GSTV

ભારતમાં યોજાનારો ફિફા વિમેન્સ અંડર-17 વર્લ્ડ કપ ફરીથી મુલતવી રહેવાનું જોખમ

ફીફા

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં ફિફાનો વિનેન્સ અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ યોજાનારો છે પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતાં આ મેગા ઇવેન્ટ ફરી એક વાર મુલતવી રહે તેવું જોખમ રહેલું છે.  આ ટુર્નામેન્ટ અગાઉ નવેમ્બર 2020માં ભારતમાં અમદાવાદ સહિત પાંચ સ્થળે યોજાનારી હતી પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે તેને ફેબ્રુઆરી 2021 સુધી પાછી ઠેલાઈ હતી. હવે 17મી ફેબ્રુઆરીથી તેનું આયોજન થનારું છે.

કોરોનાના વૈશ્વિક મહામારી હજી પણ ઘટી નથી તે સંજોગોમાં દુનિયાભરમાં તેના ક્વોલિફાઇંગ રાઉન્ડ પણ અટકી ગયા છે. ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટમાં રમવા માટે ક્વોલિફાઈ થવા માટે આફ્રિકા, ઉત્તર-મધ્ય અને સાઉથ અમેરિકામાં મેચો રમાવાની બાકી છે. આ મેચો રમાશે નહીં ત્યાં સુધી કઈ ટીમ ભાગ લેશે તેનો નિર્ણય લેવાશે નહીં. આમ ભારતમાં ફેબ્રુઆરીમાં આ ઇવેન્ટ યોજાવાના આસાર ઘટી રહ્યા છે.

FIFA

આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ફિફા દ્વારા આ ટુર્નામેન્ટ સ્થગિત કરવાની પૂરેપૂરી શક્યતા છે. ભવિષ્યમાં તેનું ક્યારે આયોજન કરાશે તે નક્કી નથી પરંતુ આ વખતે તો તે રમાય તેવી શક્યતા ઘડી ગઈ છે. જોકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સેક્રેટરી કુશલ દાસે જણાવ્યું હતું કે ફિફા તરફથી આ અંગે હજી સુધી સત્તાવાર રીતે કાંઈ કહેવામાં આવ્યું નથી. કુશલ દાસે એવા સંકેત આપ્યા હતા કે હાલના સંજોગોમાં ટુર્નામેન્ટ મુલતવી રહેવાની પૂરી શક્યતા છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!