ફિફા વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવી લીધો હતો. ફ્રાન્સની ટીમ અગાઉ સળંગ બે મેચ જીતીને રાઉન્ડ ઓફ 16માં નિશ્ચિત બની ગઈ હતી. જોકે તેઓને આખરી અને ઔપચારિક મેચમાં ટ્યુનિશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્યુનિશિયાની ટીમ જીતવા છતા બહાર ફેંકાઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 1-0થી ડેનમાર્ક સામે વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા નોકઆઉટમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ડેનમાર્ક બહાર થયું હતુ.

ફ્રાન્સની નવ મેચની અજેય કૂચનો અંત, જીત છતાં ટ્યુનિશિયા બહાર
ફ્રાન્સની ફિફા વર્લ્ડકપમાં નવ મેચની અજેય કૂચનો અંત આણતા ટ્યુનિશિયાએ આખરી મેચ 1-0થી જીતી લીધી હતી. મેચનો એકમાત્ર ગોલ ટ્યુનિશિયાના વાહબી ખાઝરીએ નોંધાવ્યો હતો. બીજા હાફમા મેચની 58મી મિનિટે આ ગોલ નોંધાયો હતો. ફ્રાન્સે આખરી અડધા કલાકમાં એમ્બાપ્પે, ગ્રીઝમાન તેમજ રોબિયોટ જેવા ખેલાડીઓને ઉતાર્યા હતા. જોકે તેઓ કમાલ કરી શક્યા નહતા. આખરી મિનિટોમાં ગ્રીઝમાને નોંધાવેલા ગોલને રેફરીએ ટેક્નોલોજીની મદદથી નકારી કાઢ્યો હતો અને તેમાં ગ્રીઝમાન ઓફ સાઈડ હોવાનું જણાવ્યું હતુ.
ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કના વર્લ્ડકપ ડ્રીમનો અંત આણ્યો
ઓસ્ટ્રેલિયાની ટીમે ડેનમાર્કના વર્લ્ડકપ ડ્રીમનો અંત આણતા 1-0થી જીત મેળવીને આગેકૂચ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેચનો એકમાત્ર ગોલ મેથ્યૂ લેકીએ નોંધાવ્યો હતો. જે એક કલાકના સંઘર્ષ બાદ નોંધાયો હતો. જ્યારે ડેનમાર્કની ટીમ સોકારુઝ તરીકે ઓળખાતી ઓસ્ટ્રેલિયાની ટીમના ડિફેન્સને બીટ કરી શકી નહતી અને આખરે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના વર્લ્ડકપ ઈતિહાસમાં 2006 પછી પહેલીવાત અંતિમ 16માં પ્રવેશ મેળવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય