GSTV
Home » News » FIFA World Cup : ફરી ચાલ્યો રૉનાલ્ડોનો જાદુ, પૉર્ટુગલની મૉરોક્કો સામે સંઘર્ષપૂર્ણ જીત

FIFA World Cup : ફરી ચાલ્યો રૉનાલ્ડોનો જાદુ, પૉર્ટુગલની મૉરોક્કો સામે સંઘર્ષપૂર્ણ જીત

દુનિયાના ટોચના ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ડાઈવિંગ હેડર ગોલને સહારે પોર્ટુગલે મોરક્કો સામે ૧-૦થી વિજય મેળવ્યો હતો તેની સાથે સાથે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની આશા વધુ મજબુત બનાવી હતી. રોનાલ્ડોએ આ ગોલની સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૮૫ ગોલ સાથે સૌથી વધુ ગોલ ફટકારનારા યુરોપીયન ખેલાડી તરીકેનું ગૌરવ મેળવ્યું હતું. આ સાથે રશિયામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં તેના કુલ ગોલની સંખ્યા ચાર થઈ ગઈ છે. પોર્ટુગલને શરૃઆતમાં જ મળેલી સરસાઈ બાદ મોરક્કોએ તેના ડિફેન્સને વધુ મજબુત કર્યું હતુ અને ખાસ કરીને બીજા હાફમાં મેચમાં પાછા ફરવાની જોરદાર કોશીશ કરી હતી.

જોકે રોનાલ્ડો જેટલી જ અદ્ભૂત રમત પોર્ટુગીલ ગોલકિપર રૃઈ પેટ્રીસીઓએ દેખાડી હતી. મોરક્કોના યુનુસ બેલહાન્ડાના ગોલ ફટકારવાના અસરકારક પ્રયાસને પેટ્રીસીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. હાઈવોલ્ટેજ મેચમાં ખેલાડીઓ વચ્ચે તનાવ પણ જોવા મળ્યો હતો. મોરક્કોના ખેલાડીએ મેચમાં એક તબક્કે પેનલ્ટી મેળવવા માટે જોરદાર અપીલ કરી હતી, પણ રેફરીએ તે ઠુકરાવી દીધી હતી. આ સાથે જ મોરક્કો વર્લ્ડ કપ ૨૦૧૮માંથી બહાર ફેંકાનારી સૌપ્રથમ ટીમ બની હતી.

તેઓને અગાઉ ઈરાન સામેની મેચમાં ૦-૧થી હારનો સામનો કરવો પડયો હતો. અગાઉ રમાયેલી મેચમાં રોનાલ્ડોની ગોલ હેટ્રિકને સહારે પોર્ટુગલે સ્પેન સામેની હાઈ સ્કોરિંગ મેચ ૩-૩થી ડ્રો કરી હતી. જે પછી તેમનો આ પ્રથમ વિજય છે. હવે આખરી ગુ્રપ મેચમાં તેઓ ઈરાન સામે ટકરાશે. જ્યારે મોરક્કોનો આખરી મુકાબલો સ્પેન સામે રમાશે. પોર્ટુગલની જીતને કારણે હવે સ્પેન પર દબાણ સર્જાયું છે. પોર્ટુગલ અને મોરક્કોની આખરી મેચો તારીખ૨૫મી જુનને સોમવારે રમાશે. રોનાલ્ડોને સતત બીજી મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હાઈએસ્ટ ગોલ

ખેલાડીદેશમેચગોલ

 

અલી ડેઈઈરાન૧૪૯109
રોનાલ્ડોપોર્ટુગલ૧૫૨૮૫
પુસ્કાસહંગેરી/સ્પેન૮૯૮૪
કામામોટોજાપાન૮૪૮૦
ચિટાલુઝામ્બિયા૧૦૮૭૯
એચ.સઈદઈરાક૧૩૭૭૮
પેલેબ્રાઝિલ૯૧૭૭
કોસ્કીકહંગેરી૬૮૭૫
અબ્દુલ્લાકુવૈત૧૩૪૭૫
ફિરીમાલાવી૧૧૫૭૧

ઈરાનના અલી ડાઈ ૧૦૯ ગોલ સાથે નંબર વન રોનાલ્ડોએ હંગેરીના પુસ્કાસનો ૫૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો મોસ્કો : ફિફા વર્લ્ડ કપમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પ્રથમ મેચમાં સામે ગોલ હેટ્રિક ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. હવે મોરક્કો સામેની બીજી ગુ્રપ મેચમાં હેડર ગોલ ફટકારતાં ફૂટબોલના ઈતિહાસમાં હાઈએસ્ટ ગોલ ફટકારનારા યુરોપીયન ખેલાડી તરીકેનો ૫૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

રોનાલ્ડોએ મોરક્કો સામે કારકિર્દીનો ૮૫મો ગોલ ફટકાર્યો હતો. આ સાથે તેણે હંગેરીના લેજન્ડરી ખેલાડી ફેરેન્ક પુસ્કાસને પાછળ રાખી દીધા હતા. પુસ્કાસે ઈ.સ. ૧૯૪૫ થી લઈને ૧૯૬૨ દરમિયાન હંગેરી તેમજ સ્પેન તરફથી રમતાં  ૮૯ મેચમાં ૮૪ ગોલ ફટકાર્યા હતા. જ્યારે રોનાલ્ડોએ કારકિર્દીની ૧૫૨મી મેચમાં ૮૫મો ગોલ ફટકાર્યો છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ ગોલ ફટકારવાનો રેકોર્ડ ઈરાનના અલી ડાઈના નામે છે. જેમણે ઈ.સ. ૧૯૯૩ થી લઈને ૨૦૦૬ દરમિયાન ૧૪૯ બોલમાં ૧૦૯ ગોલ ફટકાર્યા હતા.

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!