GSTV
Home » News » FIFA World Cup : સાચી પડી આ બિલાડીની ભવિષ્યવાણી, રશિયાને અપાવ્યો ભવ્ય વિજય

FIFA World Cup : સાચી પડી આ બિલાડીની ભવિષ્યવાણી, રશિયાને અપાવ્યો ભવ્ય વિજય

ફિફા વર્લ્ડ કપ 2018ની પહેલી મેંચ રશિયા અને સાઉદી અરબ વચ્ચે લિઝિનિકી સ્ટેડિયમમાં રમાઇ. જેમાં રશિયાએ સાઉદી અરબને 5-0થી હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી. ઉલ્લેખનીય છે કે જે રીતે ગત વર્ષે રમાયેલા વર્લ્ડકપમાં એક ઑક્ટોપસે ભવિષ્વાણી કરી હતી તેવી જ રીતે હવે આ ટૂર્નામેન્ટમાં પણ એચિલેસ નામની એક બિલાડી પણ ભવિષ્વાણી કરી રહી છે.

રશિયા અને સાઉદી અરબ વચ્ચેની મેચ પહેલા બિલાડીએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી છે. ઓલ્ડ એમ્પિરિયલ સારિસ્ટ કેપિટલના પ્રેસ સેન્ટરમાં બે બાઉલ રાખવામાં આવ્યાં હતા. જે દરમિયાન બિલાડીએ એક બાઉલને પસંદ કરવાનો હતો. બિલાડીએ એક બાઉલ પસંદ કર્યો જેમાં રશિયાની ચીઠ્ઠી હતી. જે પછી બિલાડીને ટીમની જર્સી પહેરાવવામાં આવી.બિલાડીની ઑનર એના કાસાટકિનાએ જણાવ્યું કે એચિલેસને લોકો વચ્ચે રહેવાનો શોખ છે અને તે ડરતી નથી.

સાઉદી અરબની ટીમ 12 વર્ષમાં પહેલી વાર વર્લ્ડકપ રમી રહી છે. તેણે છેલ્લે 1994માં વર્લ્ડ કપ જીત્યો હતો. અત્યાર સુધી ફક્ત સાઉથ આફ્રિકા જ 2010માં યજમાન તરીકે ગ્રુપ લેવલમાં આગળ આવી શક્યું નથી. ટૂર્નામેન્ટ પહેલા સતત સાત મેચમાં જીતથી વંચિત રહેલ રશિયા પર આ વિજય માટે ઘણું દબાણ હતુ.

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!