GSTV

ફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 109મા સ્થાને, બેલ્જિયમ મોખરે

વિશ્વ ફૂટબોલનું સંચાલન કરી રહેલી સંસ્થા ફિફાએ તાજેતરના વર્લ્ડ રેન્કિંગ જારી કર્યા હતા જેમાં ભારતીય ફૂટબોલ ટીમને એક ક્રમનું નુકસાન થયું હતું અને હવે કે 109મા ક્રમે આવી ગઈ છે. કોરેના વાયરસ અને લોકડાઉનને કારણે ઘણા સમયથી ફૂટબોલ મેચો રમાતી ન હતી તેથી ફિફાએ પાંચ મહિના બાદ પહેલી વાર વર્લ્ડ રેન્કિંગ જારી કર્યા છે. 2018માં ભારત તેના સર્વશ્રેષ્ઠ 97મા સ્થાને પહોંચ્યું હતું જ્યારે 2019માં 108મા અને હવે 2020માં 109મા ક્રમે છે. ભારત હાલમાં 1187 પોઇન્ટ ધરાવે છે.

ફિફા ક્રમાંકમાં યુરોપિયન દેશ બેલ્જિયમ હાલમાં મોખરાના સ્થાને છે. જ્યારે એશિયન દેશમાં ઇરાને ત્રણ ક્રમની છલાંગ લગાવીને 30મો ક્રમ હાંસલ કરી લીધો છે. કોરોના વાયરસને કારણે આ વખતે છેલ્લા છ મહિનાથી ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્રવૃત્તિ અટકી ગઈ છે. યુરોપમાં યુઈએફએ લીગ સાથે સપ્ટેમ્બરમાં મુકાબલાઓ શરૂ થઈ ગયા છે. તેને કારણે જ ફિફા ક્રમાંક પર તાત્કાલિક અસર પડી છે.

ફિફાના આ રેન્કિંગમાં મોખરાની ચાર ટીમ પર ખાસ અસર પડી નથી. બેલ્જિયમ બાદ ફ્રાન્સ, બ્રાઝિલ અને ઇંગ્લેન્ડના ક્રમ આવે છે. છેલ્લા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેલી ક્રોએશિયન ટીમ તાજેતરમાં એક મેચ હારી ગઈ હતી જેનો લાભ પોર્ટુગલને થયો છે. પોર્ટુગલે ક્રોએશિયા અને સ્વિડનને હરાવ્યા હતા. આમ તે હાલમાં પાંચમા ક્રમે છે. ઇટાલી 12મા ક્રમે, હોલેન્ડ 13મા અને જર્મની 14મા ક્રમે છે. સ્વિડન 18મા ક્રમે છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!