GSTV
Home » News » હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં ઉગ્ર દેખાવો : લાખો લોકો રસ્તા પર ઉતર્યાં

હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં ઉગ્ર દેખાવો : લાખો લોકો રસ્તા પર ઉતર્યાં

૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયુ છે. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરૂધ્ધમાં આજે લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

 બ્રિટને જ્યારે હોંગકોંગ ચીનને હસ્તગત કર્યુ ત્યારે હોંગકોંગને વિશેષ દરજ્જો આપવામાં આવ્યા હતા. જેના કારણે હોંગકોંગને ચીન(મેઇલેન્ડ ચાઇના)થી અલગ ચલણ, અલગ કાયદાઓ અને સંસદ મળી હતી. હોંગકોંગે સુધારેલા નવા કાયદા પ્રમાણે અમુક ગુનાના આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા અથવા સજા કાપવા ચીન મોકલવામાં આવશે. હોંગકોંગવાસીઓનો વિરોધ છે કે ચીનના કાયદોઓ જડ, માનવતાવિહિન અને સામ્યવાદી વિચારસરણીના છે તેથી આ સુધારાનો અમલ ન થવો જોઇએ.

રવિવારે છ કલાકથી પણ વધારે સમય સુધી લોકોએ રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યુ હતું. શહેરના મધ્યમાંથી પસાર થતી રેલીઓમાં લોકો દ્વારા દુષ્ટ કાયદાને તોડો’ અને ‘ચીનનાર્ત્યાર્પણ કાયદાનો વિરોધ’ સહિતનો સુત્રોચ્ચાર પણ કર્યો હતો.

આયોજકેના જણાવ્યા અનુસાર રવિવારની રેલીમાં દસ લાખથી પણ વધારે લોકો જોડાયા હતા. જ્યારે હોંગકોંગ પોલીસ દ્વારા ૨.૫ લાખનો આંકડો આપવામાાં આવી રહ્યો છે. ૨૦૦૩ ના વર્ષમાં પણ આવું જ પ્રદર્શન હોંગકોંગવાસીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. પરંતુ આટલા મોટા પ્રદર્શન બાદ પણ શહેરનું વર્તમાન પ્રશાસન બદલાશે કે કેમ તે સ્પષ્ટ નથી.

શહેરના નેતા કેરી લેમ માટે હવે આ પ્રત્યાર્પણ બિલ પસાર કરવું એ તેમની પ્રતિષ્ઠાનો સવાલ બની ગયુ છે. જો લોકોના આ વિરોધ પ્રદર્શનને નજરઅંદાજ કરવામાં આવશે તો ૨૦૧૪ જેવી અશાંતિનું ર્મિાણ થઇ શકે છે. ૨૦૧૪મા લોકશાહીના સમર્થક પ્રદર્શનકારીઓએ બે મહિના સુધી શહેરના મુખ્ય વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો.

આયોજકો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સરકાર તેનો નિર્ણય નહીં બદલે તો તેઓ વધારે ઉગ્ર પ્રદર્શન કરશે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક નેતાઓએ પણ બિલનું સમર્થન કર્યુ છે. જો કે હોંગકોંગ સરકારે લોકાો સાથે સમાધાન કે મંત્રણાની કોઇ તૈયારી દર્શાવી નથી.

READ ALSO

Related posts

ભરી મહેફિલમાં ફરીથી એક વખત દિવાનો થયો નિક જોનસ, ઈશારોમાં પ્રિયંકાને કહ્યું ‘ I LOVE YOU’

Path Shah

જમ્મુ કાશ્મીર મુદ્દા પર ડીએમકેનું અભિયાન, જંતર મંતર પર ઘરણા માટે વિપક્ષી દળોને મોકલ્યુ આમંત્રણ

Kaushik Bavishi

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ટ્વિટર, ગુગલ અને યુ-ટ્યુબને મોકલી નોટિસ, જાણો શા માટે 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!