GSTV
Surat ગુજરાત

બનાવ / સુરતનાં પલસાણાની મિલમાં વહેલી સવારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

સુરતનાં પલસાણા ખાતે સૌમ્યા પ્રોસેસર્સ મિલમાં વહેલી સવાર ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો તેમજ પલસાણા, બારડોલી, સચિન જીઆઈડીસી અને સુરત ફાયર ટીમે આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં આ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતનાં વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસમાં લાગી હતી ભીષણ આગ

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આવી જ એક ભીષણ આગની ઘટના ઘટી હતી. જેમાં બે લોકોની જિંદગી આગમાં જ હોમાઇ ગઇ હતી. સુરતનાં વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. હીરાબાગ સર્કલ પાસે બનેલી આ ઘટનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ એટલી આગ વિકરાળ હતી કે બસમાં સવાર બે મુસાફરોનાં મોત પણ થયા હતાં. પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં રાજધાની નામની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હીરાબાગ સર્કલ પાસે ખાનગી ટ્રાવેલર્સની બસની અંદર એકાએક આગ લાગી હતી. આ ઘટનામાં બે મુસાફર બળીને ભડથું થઈ ગયા હતાં. જો કે, આ ઘટનાની જાણ થતા જ ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એકાએક ભભૂકી ઉઠેલી આગના કારણે આસપાસના લોકોએ મુસાફરોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતાં. બસમાં સવાર લોકોએ પોતાના જીવ બચાવવા માટે બૂમો પાડી હતી. ઘટનાની ગંભીરતાને જોતા શહેરના મેયર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. બસમાં લાગેલી આગને કારણે આગથી દાઝેલા મુસાફરોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

READ ALSO :

Related posts

145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે

pratikshah

યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય

Hemal Vegda

PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર

pratikshah
GSTV