GSTV

ગુરુના ચંદ્રમા યુરોપા પર 15 મીટર ઉંચી બરફની ઘારદાર ચાદર, જીવન શોધવું મુશ્કેલ

Last Updated on June 30, 2019 by Alap Ramani

ખગોળીય દુનિયામાં અવારનવાર રસપ્રદ ઘટનાઓ બનતી હોય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ગુરુના ચંદ્રમા યુરોપાને વિષુવતીય ક્ષેત્રોમાં લગભગ 15 મીટર ઉંચી બરફની ઘારદાર ચાદર ફેલાઈ હોઈ શકે છે. અહીં જીવન શોધવું મુશ્કેલ બની શકે છે.

બ્રિટેન સ્થિત કાર્ડિક વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ જણાવ્યું કે પાછલા અંતરિક્ષ અભિયાનોમાં યુરોપા આપણી સૌર પ્રણાલીમાં જીવન માટે સર્વાધિક અનુકૂળ ગંતવ્યોમાંથી એક હોવાનું જણાયું છે.  તેનું મુખ્ય કારણે એ છે કે તેની સપાટી નીચે પાણીના મોટા સાગર છે. નેચર જીયોસાયન્સ જનરલમાં પ્રકાશિત થયેલા અધ્યયન મુજબ કોઈ સંભવિત લૈડિંગ મિશનને યુરોપાની સપાટી પર ઉતારતા પહેલા પેનીટેન્ટ્સ નામના ખતરનાક અવરોધો પાર કરવા પડશે.

પેનીટેન્ટ્સ ધારદાર કિનારા વાળા બરફની બનેલી ચાદર છે. તેની નોક પણ બરફની બની છે. કાર્ડિફ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ અર્થ એન્ડ ઓશન સાયન્સના ડેનિયસ હોબલેએ જણાવ્યું કે ગુરુના આ ઉપગ્રહની અનોખી પરિસ્થિતિઓ શોધી સંભાવનાઓની સાથે સાથે સંભવિત જોખમોને રજૂ કરે છે. મહત્વનું છે કે પેનીટેન્ટ્સ પૃથ્વી પર પણ જોવા મળે છે. અને તે એકથી પાંચ મીટર લાંબા હોય છે. પરંતુ એ એંડિજ પર્વત જેવા સ્થાનો પર વધુ ઉંચાઈ પર ઉષ્ણ કટિબંધીય અને ઉપોષ્ણ કટિબંધિય પરિસ્થિતિઓ સુધી જ સિમિત છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે યુરોપા પર વધારે એકરૂપતા વાળા પેનીટેન્ટ્સ માટે અનુકૂળ પરિસ્થિતિ છે. તેની સપાટી પર ઘણી માત્રામાં બરફ છે. જોકે યુરોપા પર હજુ સુધી કોઈ પણ અંતરિક્ષ યાન ઉતારાયું નથી. નાસા યુરોપા ક્લિપ્પર દ્વારા આ ઉપગ્રહ માટે 2022 સુધી અભિયાન મોકલવાનો ઈરાદો રાખે છે.

 

Related posts

વિશ્વભરમાં કોરોનાનો કહેર : છેલ્લાં 24 કલાકમાં જ નવા 24.07 લાખ કેસો નોંધાયા, સમગ્ર દુનિયામાં ભારત બીજા ક્રમાંકે

Dhruv Brahmbhatt

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah

સાચવજો/ ગુજરાતની આ 3 બેન્કો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ : RBIએ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!