GSTV

શું ‘અનલોક-3’માં ખોલવામાં આવશે આંતરરાષ્ટ્રીય ઉડાન, મેટ્રો અને મલ્ટીપ્લેક્સ ? FICCIએ આપી આ સલાહ

ફ્લાઇટ

Last Updated on July 29, 2020 by Karan

ઉદ્યોગ બોર્ડ FICCIએ સૂચન કર્યું છે કે, ‘અનલોક-3’ ના ચરણમાં સરકારને મલ્ટીપ્લેક્સ, મેટ્રો રેલ અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને ખોલવાની મંજૂરી આપવી જોઈએ. આવુ કરતા દરમિયાન બધી સુરક્ષા સાવધાનિયોને સખ્તી સાથે પાલન થવુ જોઈએ. ઉદ્યોગ મંડળે સ્થાનીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને ફરીથી ખોલવાનુ સમર્થન પણ કર્યુ છે. તે સિવાય ઘણા અન્ય પ્રતિબંધોને હટાવવાની સલાહ પણ FICCIએ આપી છે.

Unlock-3

લાંબા સમય સુધી લોકડાઉન ચાલી શકે ન

FICCIએ સલાહ આપી છે કે, બંને દેશની વચ્ચે ભારતીય અને વિદેશી વિમાનન કંપનીઓને પરિચાલની મંજૂરી આપવી જોઈએ. તે સાથે જ હોટલમાં રેસ્ટોરાં અને ભોજનાલયોનો વપરાશ કરવાની સિફારિશ પણ કરવામાં આવી છે. Covid-19 મહામારીના પ્રકોપ સામે લડતા દરમિયાન તે સ્પષ્ટ થઈ ગયુ છે કે, વધારે પડતી અર્થવ્યવસ્થાઓમાં લાંબા સમય સુધી લોકડાઉન ચાલી શકે નહી.

અનલોકના ત્રીજા તબક્કાની તૈયારી

સંગઠને જણાવ્યું કે, દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. એવામાં મોટી સંખ્યામાં વ્યવસાયો અને આજીવિકાને અસર થઈ છે. અનલોકનો બીજો તબક્કો 31 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે અને દેશ અનલોકના ત્રીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. FICCIએ કહ્યું કે, હવે સમય છે કે ઉડ્ડયન, રમતગમત અને પર્યટન જેવા ક્ષેત્રો પર લાદવામાં આવતા પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર કરવો જોઈએ.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!