GSTV
Home » News » 20 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકો પર કપાય 30 ટકા ઈન્કમ ટેક્સ

20 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકો પર કપાય 30 ટકા ઈન્કમ ટેક્સ

દેશના પ્રમુખ ઉદ્યોગ મંડળ ફિક્કીએ સરકાર પાસેથી આગામી બજેટમાં નાની-મોટી દરેક પ્રકારની કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 25 ટકા રાખવાની ભલામણ કરી છે. ભારતીય વાણિજ્ય ઉદ્યોગ મહાસંઘ (FICCI)નું કહેવુ છે કે જેનાથી વેપારનુ વિસ્તરણ થશે અને કર સંગ્રહ પણ વધશે. ફિક્કીએ એક નિવેદનમાં એવુ પણ સૂચન કર્યુ છે કે વ્યક્તિગત આવકવેરાનો 30 ટકાવાળો ઉંચો દર વાર્ષિક 20 લાખ રૂપિયાથી ઉપરની આવકવાળા પર લાગુ થવો જોઇએ.

ઉદ્યોગ મંડળે કહ્યું છે કે ભારતમાં વેપાર કરનારા એકમો માટે ટેક્સનો ખર્ચ ઉંચો છે. જેનાથી ઉત્પાદન ખર્ચ ઉંચો થઇ જાય છે તથા કંપનીઓની બચત વધુ ઓછી થઇ જાય છે. પરિણામ એ આવે છે કે તેમની પાસે વેપારમાં રોકાણ અને વિસ્તાર માટે ઓછા નાણાં બચે છે. ફિક્કીનું માનવુ છે કે કોર્પોરેટ ટેક્સનો 30 ટકા અને લાભાંશ વિતરણ પર 20 ટકાના દરથી કંપનીઓ પર કરવેરાનો અસરકારક ખર્ચ ઉંચો થઇ જાય છે.

ટેક્સમાં ઘટાડા પર થઇ રહ્યો છે વિચાર

ફિક્કીએ નાણાં મંત્રાલયને પોતાની બજેટ પહેલાની ભલામણમાં કહ્યું છે કે વિશ્વના અન્ય પ્રમુખ ઔદ્યોગિક દેશોએ પોતાને ત્યાં ટેક્સના દરોમાં ઘણો ઘટાડો કર્યો છે. ભારતમાં પણ કંપનીઓ પર ટેક્સના દેવામાં ઘટાડા કરવા પર વિચાર કરવો જોઈએ.

ન્યૂનત્તમ વૈકલ્પિક કર ઘટાડવાની પણ ભલામણ

ફિક્કીએ પોતાની જાહેરાતમાં ન્યૂનતમ વૈકલ્પિક કર (Minimum Alternate Tax)ને ઘટાડવાની ભલામણ કરી છે. તેમનું કહેવુ છે કે 18.5 ટકાનો વર્તમાન દર ખૂબ ઉંચો છે. તેમણે કંપનીઓના વૈજ્ઞાનિક અનુસંધાન અને વિકાસ અને સામાજિક ઉત્તર દાયિત્વ પર કરાતા ખર્ચા પર ભારાંકિત આવકવેરા કપાત જાહેર રાખવાની ભલામણ કરી છે.

3 લાખ રૂપિયા સુધી મળ્યો કપાતનો લાભ

ઉદ્યોગ મંડળના વ્યક્તિગત આવક કરદાતાઓને વિનિર્દિષ્ટ રોકાણ યોજનાઓમાં રોકાણ પર કલમ 80D હેઠળ મળતી કપાતને વધારીને 3 લાખ રૂપિયા કરવાની પણ ભલામણ કરી છે. તેમનુ કહેવુ છે કે તેનાથી વ્યક્તિગતગત બચતને પ્રોત્સાહન મળશે.

આ જ રીતે જાહેરાતમાં કર્મચારીઓને ભોજન ખર્ચ પર દૈનિક 200 રૂપિયા સુધીના ખર્ચ પર કરયોગ્ય આવકમાં કપાતનો લાભ આપવામાં આવે. અત્યારે આ સીમા 50 રૂપિયા સુધી છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી 1 ફેબ્રુઆરીએ અંતિમ બજેટ રજૂ કરશે.

READ ALSO

Related posts

ફૂલ જેવા બાળકો રીક્ષામાં દબાયા : પોલીસ પણ પીગળી ગઈ, જુઓ આ ચોકાવનારો વીડિયો

Nilesh Jethva

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

Bansari

મનોરંજનની દુનિયાએ મને પ્રેગ્નેંટ થવા ન દીધી, આ એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!