GSTV

મહારાષ્ટ્રમાં એક નવી વિચિત્ર બીમારીનો ભય, શરીર પર ગાંઠો સાથે તાવ અને ખોરાક લેવાનું થઈ જાય છે બંધ

મહારાષ્ટ્રમાં એક વિચિત્ર ચેપી બીમારી ફેલાઈ રહી છે. જેમાં જાનવરોમાં પીઠના ભાગે મોટી ગાંઠો જેવું જોવા મળ્યું છે. તાવ, અને ઝાડા થઈ જાય છે. અને પછીથી પશુ ચારો ખાવાનું બંધ કરી દે છે. મહારાષ્ટ્રના હિંગોલી અને અમરાવતી જિલ્લામાં પશુઓમાં આ બીમારીનું સંક્રમણ જોવા મળ્યું છે. આ એક ચેપી બીમારી છે જેમાં જાનવર કંઈ પણ ખાવાનું બંધ કરી દે છે. આ ચેપી બીમારીને કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો છે.

લક્ષણો દેખાયા બાદ તુરંત ઈલાજ કરવામાં ન આવે તો તે તાત્કાલિક વધવા લાગે

આ બીમારીનો ફેલાવો મોટેભાગે જડબાના ભાગે જોવા મળે છે. આ બીમારીના લક્ષણો દેખાયા બાદ તુરંત ઈલાજ કરવામાં ન આવે તો તે તાત્કાલિક વધવા લાગે છે. બીમારી વધવાને કારણે તેની સારવારમાં પણ મુશ્કેલી પડે છે. અને આ પછી પ્રાણીઓનો જીવ પણ જઈ શકે છે.
જેનાથી પશુપાલકોને ભારે નુકસાન વેઠવું પડે છે.

અમારા પશુઓને એક નવા વાયરસનો ભય પેદા થયો

એક ખેડૂત શિવાજી લોંઢેએ જણાવ્યું હતું કે અમારા પશુઓને એક નવા વાયરસનો ભય પેદા થયો છે. જેના શરીરમાં ગાંઠો જેવું થઈ જાય છે. તેને તાવ આવે છે. આ જાનવર બેઠું જ રહે છે. કામ કરવાના મુડમાં હોતું નથી. ના તો તે ખોરાક લઈ શકે છે. એવામાં અમે બધા ખૂબ જ ચિંતામાં છીએ કે હવે શું કરવું. ડોક્ટર પાસે લઈ જઈએ તો કહે છે કે આની કોઈ દવા નથી. હાલ ખેતરનું કામ કરવાનું છે. કેવી રીતે કરવું. આ ચિંતામાં અમે પડ્યા છીએ.

આ બીમારીમાં જાનવરોના શરીર પર નાની નાની ગાંઠો નીકળે

જાનવરોના ડોક્ટર વિષ્ણુ ગાયકવાડે કહ્યું કે આ બીમારીમાં જાનવરોના શરીર પર નાની નાની ગાંઠો નીકળે છે. તેને તાવ આવે છે. ડિહાઈડ્રેશન થાય છે. સાથે આ બીમારી જોડે હોવાથી ફેલાય છે. જેમાં જાનવરોને એકબીજાથી દૂર બાંધવા પડશે. કોઈ જાનવરને બીજા જાનવરનો ચારો આપવામાં ન આવે. જો કે અત્યાર સુધી આ બીમારી કોઈ વ્યક્તિમાં જોવા મળી નથી. એનો પ્રાથમિક સ્ટેજ પર સારવાર કરવાથી કંન્ટ્રોલમાં આવવાની સ્થિતિમાં છે. ખેડૂતોને ગભરાવાની કોઈ જરૂર નથી.

એન્ટિબાયોટિક્સ તથા મેલેરિયાની દવાઓ ઇફેક્ટિવ

આ બીમારીને લઈને રાજ્યના પૂર્વકૃષિમંત્રી ડોક્ટર અનિલ બોડેએ જણાવ્યું હતું કે, આ બીમારીના લક્ષણો મોટે ભાગે મરાઠાવાડ અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે. આની કોઈ રસી નહીં પરંતુ જ્યાં સુધી જણાવાઈ રહ્યું છે આ બીમારીને લઈને એન્ટિબાયોટિક્સ તથા મેલેરિયાની દવાઓ ઇફેક્ટિવ છે. બીમારીને જોતા આ દવાઓ ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂરિયાત છે.

READ ALSO

Related posts

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!