GSTV

તહેવારોની સીઝનમાં SBI લાખો ગ્રાહકોને આપી રહી છે ભેટ, આ ચાર્જીસને કર્યા પૂર્ણ, ફ્રિમાં મળશે ઘણી સુવિધાઓ

દેશભરમાં ચાલી રહેલા તહેવારના સીઝનની વચ્ચે એસબીઆઈ પોતાના ગ્રાહકોને માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં બેંક ગ્રાહકોને સસ્તામાં ગોલ્ડ લોન, કાર અને પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય બેંકે તમામ લોન ઉપર પ્રોસેસિંગ ફી ઝીરો કરી દીધી છે. એસબીઆઈના યોનો એપના માધ્યમથી લોન લેનારા ગ્રાહકોને પ્રોસેસિંગ ફી નહીં દેવી પડે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ ઓફ અંગે જાણકારી આપી છે.

એસબીઆઈ ટ્વિટ કરીને આપી જાણકારી

એસબીઆઈએ ઓફિશીયલ ટ્વિટર હેંડલ ઉપર ટ્વિટ કરીને આ ઓફર અંગે જાણકારી આપી છે. બેંક ટ્વિટમાં લખ્યું છે કે આ તહેવારોની સીઝનમાં ગોલ્ડ, કાર અને પર્સનલ લોન ઉપર ખાસ ઓફર મળી રહી છે. ગ્રાહક યોનો એપના માધ્યમથીલોન માટે એપ્લાઈ કરી શકે છે.

ચેક કરો લોનના વ્યાજદરો

એસબીઆઈના ગોલ્ડ લોન લેનારા ગ્રાહકોને 7.5 ટકા મિનિમમ ઉપર લોન દેવાની જાહેરાત કરી છે. તેમાં ગ્રાહકોને 36 મહિનામાં રિપેમેન્ટની સુવિધા મળશે. હાલના સંકટમાં ગ્રાહકો માટે સસ્તી ક્રેડીટની ઉપલબ્ધતાને જોતા એસબીઆઈ 9.6 ટકાના દરથી પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય કાર લોનનો વ્યાજ દર 7.5 ટકા છે.

બેંક આપી રહી છે પ્રી-એપ્રુવ્ડ લોનની સુવિધા

તે સિવાય બેંક પોતાના ગ્રાહકોને પ્રી-એપ્રુવ્ડ પેપરલેસ પર્સનલ લોન દઈ રહી છે. ડીજીટલ બેંકીગની ઉપયોગીતાને જોતા એસબીઆઈ પોતાની યોનો યુઝર્સ માટે કાર અને ગોલ્ડ લોનની પ્રિ-એપ્રુવ્ડ પેપરલેસ લોન દેવાની વ્યવસ્થા કરી છે.

આવી રીતે ચેક કરો પોતાની એલિજિબિલટી

એસબીઆઈના કસ્ટમર માત્ર 4 ક્લિકમાં યોનો એપ્લીકેશન ઉપર પ્રી એપ્રુવ્ડ પેપરલેસ પર્સનલ લોનનો લાભ ઉઠાવી શકો છો. આ લોનની એલિજિબિલટી માટે તમારા પોતાના સ્માર્ટફોનથી PAPLની બાદ સ્પેસ અને SBI એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા નાંખીને 567676 ઉપર એસએમએસ કરવાનો રહેશે.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!