GSTV
Gujarat Government Advertisement

ઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તહેવાર પહેલાં જ ખરીદી લો, 10 દિવસોમાં 5 બેંકોએ સસ્તી કરી લોન

Last Updated on September 16, 2020 by pratik shah

તહેવારોની સીઝન (Festive)પહેલાં, સરકારી બેંકો સતત તેમની લોન ધિરાણ સસ્તું કરી રહી છે જેથી અર્થતંત્રના સ્લોડાઉનમાં ડિમાન્ડ વધે. યુકો બેંક (UCO Bank), યુનિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર પછી હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા(Central Bank of India)એ MCLRમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત તમામ પ્રકારના સમયગાળાની લોન પર મળશે. નવા દરો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.

આ અગાઉ ગયા અઠવાડિયે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ MCLRમાં અનુક્રમે 0.05 ટકા, 0.10 ટકા અને 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો.

સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, તેણે 1 વર્ષ માટે MCLR 7.15 ટકાથી ઘટાડીને 7.10 ટકા કરી દીધા છે. 1 દિવસ અને 1 મહિનાનો MCLR ઘટીને 6.55 ટકા થઈ ગયો છે, જે અગાઉ 6.60 ટકા હતો. બેંકે 3 મહિના અને 6 મહિનાનો MCLRમાં પણ ઘટાડો કર્યો છે. તેની અસર હાલનાં Home, Car, Personal અને અન્ય લોનની Emiને અસર કરશે.

Lockdownમાં બેન્કોની લોનની માંગ વધારવા માટે, RBIએ આ વ્યાવસાયિક વર્ષમાં બે વખત મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હાલમાં પોલિસી રેપો રેટ (Repo Rate)4 ટકા અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate)3.35 ટકા છે, જ્યારે બેંકનો દર (Bank Rate)4.25 ટકા છે. એ જ રીતે, (CRR) 3 ટકા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

pratik shah

‘હું ઊંઘી નથી શકતી રાત-દિવસ રડ્યા કરું છું મને પિતાથી આઝાદી જોઈએ’ Britney Spears એ કરી માંગ

Pritesh Mehta

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!