GSTV

ઘર માટે કરિયાણું ખરીદવાનું છે? તો અહીં ફેસ્ટિવ સીઝનમાં ગ્રોસરી ઉપર પણ મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

જો તમે ફેસ્ટિવ સિઝન માટે જરૂરી કરિયાણું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તેના માટે બજારમાં જવાની જરૂર નથી. ઓનલાઇન ખરીદી તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. હા, જિઓમાર્ટ (Jiomart)થી લઈને ગ્રોફર્સ (Grofers) સુધીની ઘણી ઓનલાઇન ગ્રોસરીની ડિલિવરી કંપનીઓ તમારા ઘરે કરિયાણું પહોંચાડી રહી છે. વિશેષ વાત એ છે કે આ દિવસોમાં આ કંપનીઓ ઓનલાઇન કરિયાણાની ખરીદી પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Jio Mart

તહેવારની સીઝનમાં, ઓનલાઇન કરિયાણાની ડિલિવરી સર્વિસ જિઓમાર્ટ 33 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કરિયાણાનો ઓર્ડર આપવા માટે, તમે જિઓમાર્ટની એપ્લિકેશન અથવા jiomart.com પર લોગ ઇન કરી શકો છો. કરિયાણા, ફળ અને શાકભાજી, ડેરી અને બેકરી, પર્સનલ કેર, હોમ કેર અને બેબી કેર જેવા ઘણા ઉત્પાદનો સાઇટ પર ઉપલબ્ધ છે. હાલમાં, કોઈ ડિલિવરી ચાર્જ અહીં લેવામાં આવતો નથી, પછી ભલે તમારા ઓર્ડરની કિંમત 100 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય. આ સિવાય ફોનપેથી ચૂકવણી પર 500 રૂપિયા સુધીનું કેશબેક ઉપલબ્ધ છે. તો જો, તમે પેટીએમ યુપીઆઈથી ચુકવણી કરો છો તો તમને તેના પર 750 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છો. આ બંને ઓફર માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે.

Grofers

ઓનલાઇન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ ગ્રોફર્સ પર ‘દિવાળી ધમાકા સેલ’ (22-25 ઓક્ટોબર) ચાલુ છે. આ સમય દરમિયાન ડ્રાયફ્રૂટ અને ગિફ્ટ પેક પર વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. એસબીઆઈના ડેબિટ કાર્ડ (માસ્ટરકાર્ડ) પર 5% અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર 6% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પેટીએમ યુપીઆઈથી પેમેન્ટ પર 750 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે.

Amazon Pantry/Fresh/More

હાલનાં દિવસોમાં ઇ-કોમર્સ કંપની એમેઝોનનું પ્લેટફોર્મ હેપીનેસ અપગ્રેડ ડેઝ સેલ ચાલી રહ્યું છે જે 28 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. લોટથી લઈને બાસમતી ચોખા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ સમય દરમિયાન, કંપની એક્સિસ બેંક, સિટીબેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ્સ પર વિશેષ ઓફર્સ આપી રહી છે. ગ્રાહકો આ ત્રણેય બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન પર 10 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો કે, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયાનો ઓર્ડર આપવાનો રહેશે. આ સિવાય, તમે એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી 5% સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 5% સુધીના રિવોર્ડ પોઇન્ટ મેળવી શકો છો.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!