GSTV
Gujarat Government Advertisement

ફેસ્ટિવ સિઝનમાં ઘર-કારનું સપનું થશે સાકાર, કેનરા બેંક આપી રહી છે શાનદાર તક

Last Updated on November 8, 2020 by Mansi Patel

કેનેરા બેંકની ભેટ

જો તમે ફેસ્ટિવ સિઝનમાં કાર અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સ્વપ્ન સાકાર થવાનું છે. વાસ્તવમાં,દેશના જાહેર ક્ષેત્રની કેનરા બેંકે ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે.

MCLRમાં 0.15 ટકાનો ઘટાડો

કેનેરા બેંકે સીમાંત ખર્ચ આધારિત લોન વ્યાજ દર (MCLR)માં 0.05થી ઘટાડીને 0.15 ટકા કર્યો છે. આ કપાતનો અર્થ એ છે કે, ઘર અથવા ઓટો લોનનાં વ્યાજના દર ઘટાડવામાં આવશે.

એક વર્ષની અવધિની લોન પર 7.35 ટકા વ્યાજ

કેનરા બેંકે શેર બજારને જણાવ્યું હતું કે, એક વર્ષના સમયગાળા માટેની લોન પર એમસીએલઆરમાં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે નવા દર 7.40 ટકાથી ઘટાડીને 7.35 ટકા કરવામાં આવ્યા છે.

છ મહિનાની અવધિની લોન પર શું છે વ્યાજદર

આ જ રીતે છ મહિનાની અવધિની લોન પર દરો 7.30 ટકા રહી જશે. તો એક દિવસ અને એક મહિનાની લોન પર વ્યાજદરો 0.15 ટકા ઘટીને 6.80 ટકા છે.

7 નવેમ્બરથી લાગૂ છે

તો, ત્રણ મહિનાની અવધિની લોન પર 7.10 ટકાથી ઘટીને 6.95 ટકા રહી જશે, આ નવા દરો 7 નવેમ્બરથી લાગૂ થઈ ચૂક્યા છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે પણ આપી રાહત

આ અગાઉ ગુરુવારે, ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ  (MCLR)માં 0.05 થી 0.50 ટકાના દરે ઘટાડો કર્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા દરો 10 નવેમ્બરથી લાગુ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!