GSTV
Finance Trending

તહેવારની સિઝનમાં ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ 8 બેંકો આપી રહી છે બંપર ફાયદો

જો તમે તહેવારની સીઝન એટલે કે દિવાળી પર કોઈ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઘણી વાર લોકો મોંઘી હોમ લોનને લીધે ઘર ખરીદવામાં સંકોચ કરે છે, પરંતુ હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીં તમને એવી 8 બેંકો વિશે જણાવીશું જે તમને સસ્તી હોમ લોનની સુવિધા આપી રહી છે. આ સાથે, ઘણી વિશેષ સુવિધાઓનો પણ લાભ મળશે. જણાવી દઈએ કે 1 ઓક્ટોબરથી, બેંકના વ્યાજ દર એક્સટર્નલ બેંચમાર્કમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોન લેવાનું ખૂબ સસ્તું થઈ ગયું છે. તેથી આ કિસ્સામાં તમને ઘર ખરીદવાની સારી તક છે. આ સાથે, તહેવારોની સીઝનમાં, બેન્કો ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી વિશેષ ઓફરો લાવે છે, જેનો તમે લાભ લઈ શકો છો.

Union Bank Of India

હાલમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. આ બેંક 6.70 ટકાના દરે લોન આપી રહી છે. જો તમે આ બેંકમાંથી લોન લો છો, તો તમારે 0.50 ટકા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. જો કે, અહીં પ્રોસેસિંગ ફી 15,000 રૂપિયાથી વધુ હોઈ શકે નહીં.

Bank Of India

આ સિવાય તમે બેંક ઓફ ઈન્ડિયા પાસેથી પણ સસ્તી હોમ લોન મેળવી શકો છો. આ બેંક તમને 6.85 ટકાના દરે લોન આપી રહી છે અને તેની પ્રોસેસિંગ ફી 0.25 ટકા છે. જે 1500 રૂપિયાથી મહત્તમ 20,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ બેંકનો મહત્તમ વ્યાજ 7.15 ટકા છે.

Central Bank of India

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને 6.85 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. આમાં પ્રોસેસિંગ ફી 0.50 ટકા છે, મહત્તમ મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બેંકનો મહત્તમ વ્યાજ દર 7.30 ટકા છે.

Canara Bank

આ સિવાય સસ્તી હોમ લોન આપતી બેંકોની યાદીમાં કેનેરા બેંકનો પણ સમાવેશ છે. અહીં ગ્રાહકોને 6.90 ટકાના દરે લોન આપવામાં આવી રહી છે. આ સિવાય પ્રોસેસિંગ ફી પણ 0.50 ટકા છે. જે મહત્તમ 10,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આ બેંકનો મહત્તમ વ્યાજ દર 8.90 ટકા છે.

Punjab & Sind Bank

પંજાબ અને સિંધ બેંક પણ તમને 6.90% ના દરે હોમ લોન આપી રહી છે. જણાવી દઈએકે આ બેંક ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી અને ઈન્સપેક્શન ચાર્જ લેતી નથી. મતલબ કે ગ્રાહકોના 10-15 હજાર રૂપિયા બચશે.

SBI Term Loan

આ સિવાય દેશની સૌથી મોટી સરકારી બેંક ગ્રાહકોને 6.95 ટકાના દરે હોમ લોન આપી રહી છે. અહીં 0.40 ટકા પ્રોસેસિંગ ફી તરીકે લેવામાં આવે છે, પરંતુ આ ચાર્જ 10,000 રૂપિયાથી વધુ હોઈ શકે નહીં.

HDFC Bank

ઉપરાંત, ખાનગી ક્ષેત્રની HDFC Bank ગ્રાહકોને 6.90 ટકાના દરે  હોમ લોન આપી રહી છે. આમાં પ્રોસેસિંગ ફી 0.50 ટકા છે. જો કે, આ રકમ 3,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

ICICI Bank

ICICI Bank ગ્રાહકોને 6.95 ટકાના દરે હોમ લોન આપી રહી છે, જે મહત્તમ 7.95 ટકા છે. બેંક કુલ લોનની રકમના 0.50 ટકાની પ્રોસેસિંગ ફી લે છે.

READ ALSO

Related posts

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?

HARSHAD PATEL
GSTV