GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

તહેવારો ય મોંઘા ને ધાબા ય સૂના : મોંઘવારીના મારથી કોઈ દોરી કે પતંગ માટે ‘પૈસાની ફિરકીને’ ઢીલ આપવા નથી માગતા

આર્થિક મંદીને કારણે ઉત્તરાયણમાં પતંગ બજારોમાં ય અસર જોવા મળી રહી છે. ઉત્તરાયણને આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે પતંગ બજારમાં સુસ્તીનો માહોલ છવાયો છે જેના કારણે વેપારીઓ ચિંતાતુર બન્યાં છે. મોંઘવારીને લીધે લોકોએ હવે તહેવારોના ખર્ચા પર કાપ મૂક્યો હોય તેમ લાગી રહ્યુ છે. ખુદ પતંગ બજારના વેપારીઓ કહી રહ્યાં છેકે, આવી મંદી અગાઉ કયારેય જોઇ નથી. જોકે, છેલ્લા દિવસે પતંગ-દોરીની ઘરાકી વધશે તેવી આશા છે.જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વેપાર થશે તે વાત નક્કી  છે.

આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં સરેરાશ 15-20 ટકાનો વધારો થયો છે. પતંગના કોડીના ભાવ રૂા.50થી માંડીને રૂા.250 સુધી છે.  આ વર્ષે બજારમાં ભીમ,ટોમ એન્ડ જેરી સહિતના કાર્ટુન,પબજી ગેમ્સ અને આર્મીના  ચિત્ર સાથેના પતંગોની ખુબ જ ડિમાન્ડ છે. આ ઉપરાંત ચીલ પતંગ તો અમદાવાદીઓમાં ફેવરીટ છે. દોરીમાં 20 ટકાના વધારો રહ્યો છે. સુરતી અને બરેલી દોરી પતંગ રસિયાઓમાં ચલણ વધુ છે. બજારમાં  5ાંચ હજાર વારની દોરીનો ભાવ રૂા.300થી માંડીને રૂા.600 સુધી રહ્યો છે. ઉત્તરાયણમાં ધાબા પર પતંગ ઉડાડવા કરતાં મિત્રો સાથે ધમાલ મસ્તીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ જોતાં પતંગ-દોરી કરતાં પિપૂડા, ગોગલ્સ, કેપ સહિતની એસેસરીઝનુ વધુ ેવેચાણ છે.  

અમદાવાદમાં  પતંગ મુખ્ય બજારો સમાન કાલુપુર,રાયપુર,જમાલપુર, દિલ્હી દરવાજામાં હજુય વેપારીઓ પતંગ રસિયાઓની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વેપારીઓનુ  કહેવુ છેકે,આ વખતે પતંગ બજાર પર મંદીની અસર જોવા મળી રહી છે. શનિ-રવિવારે ખરીદી થશે તેવી આશા હોવા છતાંય બજારમાં પતંગ-દોરીની ઘરાકી પ્રમાણમાં ઘણી ઓછી છે. ઉત્તરાયણને આડે એક જ દિવસ બાકી રહ્યો છે તેમ છતાંય પતંગ બજારો સૂના છે. એક સમય એવો હતોકે, લોકો પતંગ દોરીની અઠવાડિયા પહેલા ખરીદી કરતાં હતાં. હવે લોકો છેલ્લી ઘડીએ ખરીદી કરે છે. 

આજે રવિવાર હોવા છતાંય શહેરના ધાબા પર પતંગ રસિયાઓ નજરે ચડયા નહીં. આકાશમાં ય  રંગબેરંગી પતંગો દેખાયાં નહીં. તહેવારોની મોજ માણવી  ય હવે લોકોને મોંઘુ પડી રહ્યું છે એટલે જ લોકોએ છેલ્લી ઘડીએ નિયત બજેટમાં પતંગ-દોરી ખરીદવાનુ નક્કી કર્યુ છે. આમ,આર્થિક મંદીને લીધે આ વખતે ઉત્તરાયણ પણ ફિક્કી રહે તેવા નિર્દેશ મળી રહ્યાં છે. 

આકાશમાં દેખાશે CAA અને NRCનો વિરોધ

પતંગ દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડવા ઉત્તરાયણ પર્વ એક માધ્યમ બની રહ્યું છે.કોંગ્રેસે આ વખતે ભાજપ સરકારને ઘેરવા મોંઘવારી,બેરોજગારી,પાક વિમો,મોંઘુ શિક્ષણ,કથળતી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી સહિતના મુદ્દે સૂત્રો લખેલાં પતંગો બનાવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ આ સૂત્રો લખેલાં પતંગો ઉડાડીને વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાંત કોંગ્રેસ રાજ્યમાં વિવિધ વકરતી સમસ્યાની વાત પતંગ થકી લોકો સુધી પહોંચાડશે.અમદાવાદ શહેર કોંગ્રેસે આજે આવા પતંગોનુ કાર્યકરોને વિતરણ કર્યું હતું. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓએ સીએએ અને એનઆરસીનો વિરોધ કરતાં સૂત્રો લખેલાં પતંગો બનાવ્યાં છે. આ  પતંગો પણ ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડતા નજરે પડશે. 

ચાઇનીઝ દોરી-ગુબ્બારાની ડિમાન્ડ વેચાણ કરવા અવનવા અખતરાં

વેપારીઓ કહે છેકે, ખુદ ગ્રાહકો જ ચાઇનીઝ દોરી-ચાઇનીઝ ગુબ્બારાની ડિમાન્ડ કરે છે. કુબેરનગર સહિતની કેટલાંક વિસ્તારોમાં તો ખુદ વેપારીઓ પોલીસના ડરથી  દુકાન પર નહીં પણ નાના બાળકો દ્વારા ચાઇનીઝ દોરીના રીલનુ વેચાણ કરાવે છે. દુકાનદારના એજ્ન્ટ તરીકે નાના બાળકો દોરી વેચે છે.આ ચાઇનીઝ દોરી હવે દિલ્હી,નોઇડામાં બને છે જેમાં લોખંડનો ભૂકો-કેમિકલનો ઉપયોગ થઇ રહ્યો છે જેના કારણે વિજળીના તાર પર દોરી લાગતા  કરંટ આવવાની કિસ્સા બની રહ્યાં છે.

READ ALSO

Related posts

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, કોરોનાકાળમાં વરદાનરૂપ સાબિત થશે આ યોજના

Pravin Makwana

લોકો ઘરમા સુતા હતા અને જેસીબી વડે મકાન તોડી પાડવામાં આવ્યા, 25થી વધારે લોકોએ સ્થાનિકો પર કર્યો હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!