GSTV
Surat ટોપ સ્ટોરી

ખેડૂતોને નવા વર્ષની ભેટ / પોટાશ ખાતરમાં ભાવ વધારો ઝિંકાયો, ધરતીપુત્રોને મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો

પોટાશ

સુરતમાં પોટાશ ખાતરમાં 660 રૂપિયાનો વધારો કરવામાં આવતા ખેડૂતોને વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. ખાતરના ભાવ વધારાને લઈ શેરડીનું ઉત્પાદન કરનાર ખેડૂતો પર ટન દીઠ 40 રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. પોટાશ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાને લઈ સુરત તથા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર 250થી 300 કરોડનું ભારણ આવશે.

પોટાશ

ખાતરના ભાવમાં ફરી એક વખત વધારો કરાયો છે. ભાવ વધારાના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ટન દીઠ 40 રૂપિયાનું ભારણ વધશે. આંતરાષ્ટ્રીય સ્તરે કાચા માલના ભાવોમાં વધારાના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપીઓ દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 1040 રૂપિયાની ગુણીનો ભાવ 1700 રૂપિયા થયો છે. ખાસ કરીને શેરડીના પાકમાં આ ખાતરનો ઉપયોગ કરાય છે.

નોંધનીય છે કે ગય વર્ષે એપ્રિલ મહિનામાં પોટાશના ગુણીનો ભાવ 850 રૂપિયા હતો, જે વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2022થી સીધા 1700 રૂપિયા થઈ ગયા છે. તેને લીધે સુરત જિલ્લા સહિતના સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં શેરડી પકવતા ખેડૂતોને ટન દિઠ 40 રૂપિયાના ખર્ચનું ભારણ વધશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ એનપીકે ખાતરમાં 265 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ હવે 250 રૂપિયાનો વધારો થયો છે.

પોટાશ

ઉલ્લેખનીય છે કે ડીએપી ખાતર પર ભારત સરકાર 1 હજાર 650 સબસીડી ખેડૂતોને આપે છે, જ્યારે પોટાશ ખાતર પર 305 સબસીડી ચુકવવામાં આવે છે. ખાતરના ભાવ વધારાને લઈ ખેડૂત અગ્રણી જયેશ ડેલાડે મનસુખ માંડવિયાને રજૂઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

મોટા સમાચાર / ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે દરોડા

Nakulsinh Gohil

અમદાવાદ / કાશ્મીર પોલીસે ધરપકડ કરતાં જ મહાઠગ કિરણ પટેલ સામે ફરિયાદો શરૂ, ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર ફરિયાદ થઈ હોવાનો દાવો

Nakulsinh Gohil
GSTV