GSTV

અરુણ જેટલીના નામે ઓળખાશે દેશનું આ સ્ટેડિયમ, DDCAનો મોટો નિર્ણય

દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. DDCAએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બીજેપીના દિવંગત નેતા અરુણ જેટલીના નામે કરવાની ઘોષણા કરી છે.

12 સપ્ટેમ્બરે કોટલા સ્ટેડિયમમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જેમાં સ્ટેડિયમનું નામ અરુણ જેટલીના નામે રાખવામાં આવશે.

જેટલીને સન્માન

ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ જણાવ્યું કે, જે વ્યક્તિના સંરક્ષણમાં આ સ્ટેડિયમને ફરીથી બનાવવામાં આવ્યું તેના નામ પર સ્ટેડિયમનું નામ હોવા કરતાં વધુ સારુ બીજું શું હોઇ શકે. રજત શર્માએ વધુમાં જણાવ્યું કે, તે અરુણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહન જ હતું જેના કારણે ટીમ ઇન્ડિયાને વિરાટ કોહલી,વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા અને ઋષભ પંત જેવા ખેલાડી મળ્યાં.

મહત્વનું છે કે પૂર્વ નાણા મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 24 ઓગસ્ટે લાંબી બિમારી બાદ દિલ્હી ખાને નિધન થયું. તેઓ પાછલા ઘણા સમયથી બિમાર હતા. તેમણે દિલ્હી ખાતે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં. જેટલી ફક્ત 66 વર્ષના હતાં અને તે એમ્સમાં 9 ઓગસ્ટથી દાખલ હતા. જેટલીએ એમ્સમાં જ સંન્યાસ લીધો અને રવિવારે પંચતત્વમાં વિલિન થઇ ગયા.

Read Also

Related posts

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!