મેથીના બી અથવા મેથી દાણા વર્ષોથી અમારા કિચનનો ભાગ રહ્યો છે. મેથીનો વપરાશ ભારતના દરેક ઘરમાં ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. સ્વાદ વધારવા સિવાય મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લોકોને સાધારણ મસાલાથી મળનાર જરૂરી વિટામિન અને મિનરલની જાણકારી હોતી નથી.

મેથીના પાણીનું સેવન કરો
મેથીના બીજમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને સોજા નિરોધી ગુણ મળી આવે છે. મેથી અથવા મેથીના બીજનો વપરાશ વાળ અને સ્કીનના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. જો તમે મેથીની કરી અથવા શાકમાં સામેલ કરવા માગતા નથી તો તે સિવાય પણ દરરોજ વપરાશની એક સરળ રીત છે. તે માટે સૌથી સરળ ઉપાય છે મેથીના પાણીનું સેવન કરો. મેથીના પાણીને ઘર પર સરળતાથી તૈયાર કરી શકાય છે.
મેથીનું પાણી કેવી રીતે કરીએ તૈયાર?
એક કડાઈમાં મેથીના બીજ નાખા. ત્યારબાદ ચૂલા પર બીજને શેકો. બીજને શેક્યા બાદ બીનો પાવડર બનાવો. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મેથીના બીનો પાવડરને મિક્સ કરો. હવે તમારું મેથી પાણી તૈયાર થઈ જશે. સ્વાસ્થ્યના ફાયદા ઉઠાવવા માટે તમે સવારમાં પણ પાણી પી શકો છો.
મેથી પાણી પીવાના ફાયદા
મેથી પાણી પીને દિવસભર ખુદને સંતુષ્ટ રાખી શકાય છે. મેથીમાં ફાયબર મળતુ હોવાની કારણે પરિપૂર્ણતાનો એહસાસ અપાવે છે. તેનાથી તમે તમારા વજનને સંતુલિત રાખવામાં મદદ મળે છે. જ્યારે તમે પરિપૂર્ણ મેહસૂસ કરશો તો તમે વધુ કેલરી ખાઈ શકશો નહી. આ પ્રકારે અનહેલ્દી સ્નેક્સના ખાવાથી તમે ખુદને સુરક્ષિત રાખી શકશો. તે સિવાય બ્લોટિંગથી પણ રાહત મળશે.
શુષ્કતાને દૂર કરશે
મેથીના બીમાં વાળ માટે વિકાસ માટે મદદગાર પૌષ્ટિક તત્વ હોય છે. મેથી પાણી પીવાથી વાળનો વિકાસ થવામાં મદદ મળશે. વાળની સમસ્યા જેવી કે, ડેડ્રંફ, શુષ્કતાને દૂર કરશે. મેથી પાણી તમારા શરીરના હાનિકારક ટોક્સિન્સને હટાવવામાં મદદ કરે છે. જેનાથી મળ ત્યાગને ઠીક કરવામા મદદ મળશે. આ પ્રકારે પાચન સંબંધી સમસ્યા જેવી કે કબજિયાત, અપચાની વિરુદ્ધ મેથીનો પણ વપરાશ કરી શકાય છે.
ઇન્સ્યુલિનમાં સ્ત્રાવ વધારે છે
મેથીના બીજ ડાયાબિટીઝની સારવારમા પણ ફાયદાકારક સાબિત થાય છે. મેથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેથીના બીજમાં જોવા મળતું એમિનો એસિડ યૌગિક અગ્ન્યાશયમાં ઇન્સ્યુલિનમાં સ્ત્રાવ વધારે છે. જેનાથઈ શરીરના બ્લડ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. મેથીનો ઉપયોગ કિડનીના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે.
READ ALSO
- સંવેદનશીલ સમાજની અસંવેદનશીલ ઘટના: વોર્ડ બોયે ઓક્સિજન સિલિન્ડર હટાવતાં કોરોના દર્દીનું મોત
- હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી ગયા, અમદાવાદ સિવિલમાં 57 હેલ્થ વર્કર સંક્રમિત
- દિશા પટાણીએ સૂવાના સમયના થોડા કલાકો પહેલા બેડરૂમ ફોટા કર્યા શેર
- માનવતા શર્મસાર/ ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીનું મોત, મૃતદેહને કચરાની ગાડીમાં લઇ જવાયા
- LICની આ સ્કીમમાં દર મહિને 800 રૂપિયા જમા કરતા મળશે, લાખોનો ફાયદો, સાથે અનેક લાભ
