GSTV

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Last Updated on June 18, 2021 by Pravin Makwana

વરિયાળી એક મસાલો છે. તેના બિયારણનો ઉપયોગ કેટલાય વ્યંજનો બનાવવા માટે કરવામાં આવે છે. તેનાથી સ્વાદ અને સુગંધમાં વધારો થાય છે. વરિયાળીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. તેમાં કેટલાય પ્રકારના પોષક ત્તત્વો હોય છે. વરિયાળી પોટેશિયમ, મેંગનીઝ, ઝિંક, આયરન અને કોપર જેવા મિનરલથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. તેને આપ ડાયેટમાં પણ શામેલ કરી શકો. આપ વરિયાળીનું પાણી અને વરિયાળીની ચાનું પણ સેવન કરી શકો છો. જો ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જશે. તો આવો જાણીએ વરિયાળીનું પાણી કેવી રીતે બનાવીએ તેના વિશેની વિગત…

વરિયાળીનું પાણી કેવી રીતે બનાવીએ-

વરિયાળીનું પાણી બનાવવા માટે એક ચમચી વરિયાળને ગ્વાલમાં નાખીને આખી રાત પલાળીને રાખી મુકો.આ પાણીને સવારના સમયે પી જાવ. વરિયાળીની ચા બનાવવા માટે એક કડાઈમાં પાણી નાખો, તેમાં એક નાની ચમચી વરિયાળી નાખો, આ પાણીને ઉકાળો. ગરમ થયા બાદ ગેસ પરથી ઉતારી લો અને કોઈ પ્લેટથી ઢાંકીને રાખી મુકો. આ પીળા રંગની ચા બની જશે. તેને દિવસમાં બે-ત્રણ વાર પી શકો.

પાચન માટે વરિયાળીનો ઉપયોગ-

જો આપને પાચન સાથે જોડાયેલી અમુક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો દરરોજ વરિયાળીનું પાણી અથવા ચા પીવાનું શરૂ કરી દો. જે ગેસ્ટ્રિક એંઝાઈમના ઉત્પાદનને વધારે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. જે પાચન ક્રિયાને સ્વાસ્થ રાખે છે. જે કબ્જ, અપચો અને ગેસના બિમારીમાં રાહત આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે-

પોટેશિયમથી ભરપૂર વરિયાળી આપના શરીર માટે ખૂબ જ લાભકારી છે. જે આપના શરીર સાથે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે વરિયાળી-

શું આપ જાણો છો કે, વરિયાળીનું પાણી આપની આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિટામીન એ હોય છે, જે આપની આંખો માટે ખૂબ જ સારૂ છે.

માસિક ધર્મના દુખાવામાં રાહત

વરિયાળીનું પાણી અથવા ચા પીવાથી પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવાને ઓછો કરવામાં મદદ મળે છે. આ દરમિયાન થતાં લક્ષણોથી છૂટકારો મેળવવામાં તે મદદ કરે છે. કેટલીય મહિલાઓ અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આવા સમયે વરિયાળીનું પાણી તેમના માટે સારી રાહત આપી શકે છે.

કેન્સર માટે વરિયાળી-

વરિયાળી પેટ, ત્વચા અથવા સ્તન કેન્સર જેવા અલગ અલગ પ્રકારના કેન્સરથી બચાવે છે. જે આપના શરીરને રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે.

વજન ઘટાડવા માટે વરિયાળી-

વરિયાળીમાં મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીની ચા અથવા પાણી આપના પેટ વધારે સમય સુધી ભર્યુ રાખે છે. અને તે આપને અનહેલ્ધી ખાવાથી બચાવે છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!