GSTV
Gujarat Government Advertisement

પ્રેમીને પતિ બનાવી ક્વોરન્ટીન થઈ મહિલા કોન્સ્ટેબલ, આ રીતે ફૂટ્યો ભાંડો

Last Updated on July 18, 2020 by Bansari

મહારાષ્ટ્રના નાગરપુરથી એક એવો મામલા સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેંબલે પોતાના પ્રેમીને પતિ દર્શાવ્યો જેથી તે તેની સાથે ક્વોરન્ટીન થઈ શકે. આ મામલાનો ખુલાસો પણ ખૂબ જ રસપ્રદ રીતે થયો. ખરેખર તો આ મામલો બજાજ નગર પોલીસ સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા કોન્સ્ટેબલને તેમના સ્ચાફમાથી એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળવાને કારણે ક્વોરન્ટીન સેંટરમાં મોકલવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલે ક્વોરન્ટીન સેંન્ટમાં જણાવ્યુ કે, તેનો પતિ પોસ્ટલ વિભાગમાં કામ કરે છે તેને પણ ક્વોરન્ટી કરવો જોઈએ.

પ્રેમી પરણિત હતો

રિપોર્ટ પ્રમાણે, તેણીએ પોતાના પતિની જગ્યાએ પ્રેમીને પોતાની સાથે ક્વોરન્ટીન કરાવી દીધો. પ્રેમી પરણિત હતો, જ્યારે તે ત્રણ દિવસ સુધી ઘરે ન પહોંચ્યો તો, તેની પત્નીને આ વિશે જાણ થઈ હતી. તેમની પત્ની જ્યારે ક્વોરન્ટીન સેન્ટર પહોંચી તો, તેને અંદર જવાથી રોકવામાં આવી. અંતમાં તે બજાજ નગર પોલીસ સ્ટેશન પહોંચી અને પત્નીની ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ પોલીસ આયુક્ત ડૉ. ભૂષણ કુમાર ઉપાધ્યાયે આ કેસની તપાસમાં આદેશ આપ્યા.

પ્રેમી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે

આ મામલામાં પોલીસ અધિકારીએ જમાવ્યુ કે, મહિલા કોન્સ્ટેબલ અવિવાહિત છે અને તેના એક સહકર્મીની તપાસમાં કોરોના વાયરસની પુષ્ટી થયા બાદ તેને ક્વોરન્ટીનમાં રાખવાની હતી, ત્યારે આ દરમિયાન તે બીજા વ્યક્તિની સાથે ક્વોરન્ટીનમાં ચાલી ગઈ. અધિકારીએ જણાવ્યુ કે, બાદમાં જાણવા મળ્યુ કે, મહિલા જે વ્યક્તિને પોતાનો પતિ ગણાવી રહી હતી તે તેણીનો પ્રેમી છે જે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ત્યારબાદ આ મામલાનો ખુલાસો થવા પર બંનેને અલગ કરી દેવામાં આવ્યા અને પુરુષને બીજા ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો.

છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા

જાણકારી પ્રમાણે મહિલા કોન્ટ્સેબલ અને વ્યક્તિ છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા. ત્યારથી આ બંને એકબીજાના સંપર્કમાં હતા અને બંને રિલેશનશિપમાં આવી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!