યુપીમાં સ્કૂલો અને કોલેજોની બહાર યુવતીઓને છેડનારા રોમિયોનો ત્રાસ દુર કરવા માટે પોલીસ એક્શનમાં આવી છે. આવામાં કાનપુરમાં એક મહિલા પોલીસે યુવતીઓની છેડતી કરનારા રોમિયોને રસ્તા પર જ ન્યાય કરી નાંખ્યો હતો. યુવતીઓને છેડી રહેલા મજનૂને એન્ટી રોમિયો ટીમની એક સભ્ય મહિલા પોલીસે રસ્તા પર જ 33 સેકન્ડમાં 26 જૂતા મારીને બરાબર પાઠ ભણાવ્યો હતો. મહિલા પોલીસ ચંચલ ચૌરસિયાએ રોમિયોની કરેલી ધોલાઈની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ આરોપી સામે પોલીસે આગળ કાર્યવાહી કરી છે.
પગમાંથી જુતુ કાઢીને આ યુવાનને ફટકારવા માંડ્યુ
કાનપુરના બિઠુર વિસ્તારમાં ગર્લ્સ કોલેજની આસપાસ છેડતીખોરોનો ત્રાસ હોવાની ફરિયાદો મળ્યા બાદ એન્ટી રોમિયો સ્કવોડ ત્યાં પહોંચી હતી. કારણકે ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓ પણ પોલીસમાં જઈને રજૂઆત કરી ચુકી છે. સ્કવોડની મહિલા પોલીસે જોયુ હતુ કે, એક વ્યક્તિ યુવતીઓ પર અભદ્દ્ર કોમેન્ટો કરી રહ્યો છે. આ જોઈને મહિલા પોલીસનુ મગજ ફાટ્યુ હતુ અને પછી તેણે પગમાંથી જુતુ કાઢીને આ યુવાનને ફટકારવા માંડ્યુ હતુ.એ પછી તેને યુવતીઓની માફી મંગાવડાવી હતી. દરમિયાન સોશ્યલ મીડિયા પર આ મહિલા કોન્સ્ટેબલના ભારે વખાણ પણ થઈ રહ્યા છે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો