GSTV

ભાજપના આ મહિલા ઉમેદવારે ફક્ત 11 વોટથી કોંગી ઉમેદવારને આપી હાર, કોંગ્રેસના હાથમાં આવેલી સીટ ખૂંચવાઈ

રાજ્યમાં મહાનગરોની મતગણતરી ચાલુ છે. હાલના પરિણામો જોતાં મોટા ભાગની સીટો પર ભાજપ આગળ છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીના માથે જે મહાનગરપાલિકા જીતવાની જવાબદારી હતી. એવી પોતાના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. રાજકોટની કુલ 72 બેઠકોમાં મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. અથવા તો લીડ કરી રહ્યા છે. ચૂંટણીમાં ઓછા વોટિંગને પરિણામે ઘણાં વિસ્તારોમાં ઉમેદવારો હરિફ કરતાં લીડ ફક્ત બે આંકડામાં જોવા મળી છે. રાજકોટ ભાજપના મહિલા ઉમેદવાર ફક્ત 11 મતે વિજેતા બન્યા છે.

6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો

રાજકોટમાં 64 સીટો ઉપર ભાજપ લીડ કરી રહ્યું છે અથવા તો વિજેતા જાહેર થયું છે. ભાજપે રાજ્યની તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ છે ત્યારે કેટલીક જગ્યાએ ઉમેદવારો જીત પણ મેળવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે વિજેતા બન્યા છે. રાજકોટના વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા છે.

ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા મળ્યા

કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા મળ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત

Mansi Patel

છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા

pratik shah

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!