GSTV

અજબગજબ / ફેસબુક પર બન્યા હતા મિત્રો, પ્રેમનો ચડયો એવો બુખાર કે ચોરીછુપે પહોંચી ગયા ગુજરાત

Last Updated on November 24, 2021 by Zainul Ansari

ફેસબુકનો પ્રેમ એક વિદ્યાર્થીનીને ગુજરાત લઈ ગયો. જોકે, ભોજપુર જિલ્લાના આરા નવાદા પોલીસ સ્ટેશન વિસ્તારના રસી બગાન વિસ્તારમાંથી ત્રણ મહિના પહેલા અપહરણ કરાયેલી યુવતીને પોલીસે ગુજરાતથી શોધી કાઢી અને સાથે જ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આ યુવતી ગુજરાતના અમદાવાદ શહેરમાંથી મળી આવી છે. કોર્ટમાં હાજર કર્યા બાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સુરેશ રવિદાસની આગેવાની હેઠળ ટીમ ગુજરાત ગઈ હતી. પકડાયેલ આરોપી અંકિત યાદવ યુપીના મૈનપુરીનો મૂળ નિવાસી છે, જેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ મળી આવેલ વિદ્યાર્થીનીને કોર્ટમાં પણ રજૂ કરશે અને ૧૬૪ હેઠળ તેમનુ નિવેદન નોંધશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

facebook

સપ્ટેમ્બર મહિનાથી છે ગુમ :

પોલીસના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં સી-બગાન વિસ્તારની એક વિદ્યાર્થીની ગાયબ થઈ ગઈ હતી. ગુમ થયા પછી સંબંધીઓએ ૭ સપ્ટેમ્બરના રોજ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને તેના આધારે પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. મોબાઇલ સર્વેલન્સ અને ટેકનિકલ સૂત્રોના આધારે આ ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી. પોલીસની ટીમે અપહરણ કરાયેલી યુવતીને તો શોધી જ લીધી અને સાથે જ આરોપી યુવકને પણ પકડી પાડવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

કોર્ટમાં નોંધવામાં આવશે વિદ્યાર્થીનીનું નિવેદન :

પોલીસે જણાવ્યું હતું કે, બંને ફેસબુક પર મિત્રો બની ગયા હતા. ત્યારબાદ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને એકબીજાના પ્રેમની કસમો ખાવા લાગ્યા. પ્રેમમાં ગળાડૂબ યુવતી યુવકના કહેવા પાર ઘર છોડીને તેની સાથે ભાગી નીકળી. અંકિત યાદવ નામનો આ યુવક તેને ગુજરાત લઈ ગયો. બંને ત્રણ મહિનાથી એકસાથે રહેતા હતા. તપાસ દરમિયાન પોલીસે તેને મોબાઇલ લોકેશનના આધારે શોધી કાઢ્યા હતા અને ત્યારબાદ યુવક-યુવતી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ આ લોકેશન પર પહોંચીને બંનેને પરત લાવી અને હાલ કાયદાકીય કાર્યવાહી કરવામા આવી.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!