ઉનાળાની ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે અમદાવાદના કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં આવેલા પશુ-પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે ખાસ વ્યવ્સ્થા કરવામા આવી છે.
ગરમીથી પશુ-પક્ષીઓને બચવા કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રકારની સુવિધા આપવામા આવી રહી છે. તાપમાન ઉંચે જતા પશુ-પક્ષીઓ ડી હાઇડ્રેશનનો ભોગ ન બને તે માટે ઓઆરએસ તેમજ મીનરલ્સ તેમજ ગ્રીનનેટ અને પાંજરાની બહાર કુલર તો મુકવામાં આવ્યા છે. સાથે સાથે પાણીનો છંટકાવ પણ કરવામા આવે છે. જેના કારણે તાપમાન નીચે જાય છે અને ઠંડકનો અહેસાસ થાય છે. કોઇ પશુ-પક્ષી હાંફતુ કે કોઇ તકલીફ વાળુ જણાય તો તાત્કાલિક સારવાર આપવામા આવશે.