GSTV
Gujarat Government Advertisement

હેલ્થ/ શું તમને પણ લાગે છે વધારે પડતી ઠંડી? હળવાશથી ના લેતા…હોઇ શકે છે આ ગંભીર બિમારી

ઠંડી

Last Updated on January 12, 2021 by Bansari

તમે શિયાળાની ઋતુમાં ઘણા લોકોને જોયા હશે, જેને ફરિયાદ રહે છે કે તેમને ઘણી ઠંડી લાગે છે. બની શકે છે કે તમારી સાથે પણ આવુ જ હોય એટલે કે તમારા પરિવાર અથવા મિત્રોમાંથી કોઇને સૌથી વધુ ઠંડી લાગતી હોય. તમે પણ ઓછી ઠંડીમાં જેકેટ, મફલરનો સહારો લેતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે આ કોઇ બિમારીના સંકેત પણ હોઇ શકે છે. જી હા, જો તમને સામાન્ય વાતાવરણમાં પણ વધુ ઠંડી લાગતી હોય તો બની શકે છે કે તમને કોઇ બિમારી હોય.

 ઠંડી

હકીકતમાં, કેટલીક બિમારીઓના લક્ષણમાં ઠંડી લાગવી પણ સામેલ છે. સીધા શબ્દોમાં કહીએ તો જો કોઇ વ્યક્તિને સામાન્ય કરતા વધુ ઠંડી લાગતી હોય તો તેને કોઇ બિમારી પણ હોઇ શકે છે. તેવામાં જાણીએ તે બિમારીઓ વિશે જેના લક્ષણ જ ઠંડી લાગવી છે. ચાલો તમને જણાવીએ એ બિમારીઓ વિશે, જેથી તમે બચી શકો. સાથે જ તેના લક્ષણ વિશે પણ જાણીએ જેથી તમે ઘરે બેઠા આ બિમારીઓનો અંદાજ લગાવી શકો.

થાયરોઇડ

હકીકતમાં, થાયરોઇડ ગ્લેંડ તમારી હાર્ટ રેટ અને મેટાબોલિક રેટ પર અસર કરે છે. જ્યારે થાયરોયડ ગ્લેંડ પૂરતી માત્રામાં થાયરોક્સિન હોર્મોનનું ઉત્પાદન નથી કરી શકતુ તો તેનાથી મેટાબોલિક રેટ ઓછો થઇ જાય છે. આ જ કારણે લોકોને ખૂબ જ ઠંડી લાગે છે. જો તમને પણ વધુ ઠંડી લાગતી હોય તો તમારે આવી સ્થિતિમાં તમારો થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

 ઠંડી

એનિમિયા

એનીમિયા બિમારીમાં શરીરમાં રેડ બ્લેડ સેલ્સ પણ ઓછા થઇ જાય છે. કોલ્ડ ઇનટોલરેંસ પણ આ રોગના કેટલાક સામાન્ય લક્ષણોમાં સામેલ છે. સાથે જ તેનાથી હંમેશા થાક અનુભવાય છે અને ઠંડી લાગે છે. તેના આયરલ ડિફિંસેંસી પણ કહે છે. સાથે જ જ્યારે બ્લડનું સર્ક્યુલેશન ખરાબ રહે છે ત્યારે પણ ઠંડી લાગે છે. તેથી તમારે તમારે તમારુ બ્લેડ પ્રેશરનું ધ્યાન રાખવુ જોઇએ અને એનીમિયાની તપાસ કરાવી લો જેથી કોઇ સમસ્યા ન આવે.

વિટામીન સી, બી-12ની ઉણપ

શરીરને અનેક તત્વોની જરૂર હોય છે. તેવામાં જો કોઇપણ તત્વની ઉણપ રહી જાય તો તમને ઠંડી લાગવા લાગે છે. જો લાંબા સમય સુધી તમને વધુ ઠંડી લાગે તો તમારે હેલ્થ ચેકઅપ કરાવી લેવુ જોઇએ અને એકવાર ડોક્ટર સાથે પણ વાત કરી લેવી જોઇએ.

 ઠંડી

ડાયાબિટીઝ

ડાયાબિટીસથી તમારી કિડની પર અસર પડે છે. સાથે જ તેમાં બ્લડ સર્ક્યુલેશન અને તેનાથી જ તમારા તાપમાન પર પણ ઘણો પ્રભાવ પડે છે. જો તમને ઠંડી લાગવા લાગે તો સાથે જ વધુ ભૂખ લાગે છે અથવા પેશાબને લઇને અનેક સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

સ્વાસ્થ્ય ઠીક ન હોવુ

ઘણીવાર એવુ બને છે કે તમારી તબિયત સારી ન હોવાના કારણે તમારી સાથે આવુ થાય છે અને તમને ખૂબ જ ઠંડી લાગે છે. તેવામાં જો આવુ થાય તો તમારે આરામ કરવો જોઇએ અને તે બાદ પણ ઠંડી ઓછી ન થાય તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!