GSTV
Home » News » નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાથી ઘટી શકે છે એલર્જીનો ખતરો

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાથી ઘટી શકે છે એલર્જીનો ખતરો

મગફળીનાં દાણાઓને નાની ઉંમરમાં જ જો બાળકોનાં ખોરાકમાં ઉમેરવામાં આવે તો તેમાં મગફળીથી થનારા એલર્જીનાં ખતરાને ઘટાડી શકે છે. તેના વિશે હાલમાં જ એક અભ્યાસમાં સામે આવ્યુ છે. અભ્યાસ મુજબ, જે બાળકોને શરૂઆતમાં દરરોજ પિનટ પ્રોટીન આપવામાં આવ્યુ તેમને ઉંમર વધવાની સાથે મગફળીથી થનારા એલર્જિક રિએક્શનના રિસ્કને ઘટાડે છે.

શોધકર્તાઓએ સુઝાવ આપ્યો છેકે, બાળક જ્યારે ચારથી છ મહિનાનું થઈ જાય તો તેને પીનટ બટર અથવા મગફળી પીસીને તેને પાઉડરના રૂપમાં આપી શકાય છે. આ પ્રોટીનને તેના પહેલાં આહારનો ભાગ બનાવો. તેમણે જણાવ્યુ હતુકે, બાળકોને સપ્તાહમાં લગભગ બે વાર આઠ ગ્રામ મગફળીનું પ્રોટીન આપવું જોઈએ.

સાવધાની રાખવી જરૂરી

સ્ટડીમાં એ વાત પર પણ જોર મુકવામાં આવ્યુ છેકે, જે બાળકોને ગંભીર એક્ઝિમા, એગ એલર્જી અથવા બંને હોય તેમને શરૂઆતમાં પીટન પ્રોટીન આપવું અવોઈડ કરવું જોઈએ. જ્યારે જેને ઓછી એલર્જી હોય અથવા તો ન હોય તેમને સંતુલિત રૂપમાં આપવું જોઈએ. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યુ છેકે, પિનટ બટર બાળકોનાં રોજીંદા ભોજનનો ભાગ બનાવતા પહેલાં એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂર છે.

READ ALSO

Related posts

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!