આગામી થોડા મહિના પછી ધોરણ 10 અને 12ના બાળકોની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અન્ય બાબતોની સાથે તેમના આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકોને એવો સ્વસ્થ આહાર આપો કે જે પોષણની સાથે તેમના મગજને પણ સક્રિય રાખે જેથી બાળકો મન લગાવીને અભ્યાસ કરશે અને સારા નંબર પણ મેળવશે.

બોર્ડની પરીક્ષા આવતાં બાળકોથી સાથે તેમના માતા-પિતાને પણ વધુ ટેન્શન હોય છે. બાળકો બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરે એ માટે બાળકોના વાલીઓ ઘણી મહેનત કરતા હોય છે. પરીક્ષાના ટેન્શનવાળા વાતાવરણમાં બાળકોના આહારમાં અમુક ખાસ બાબતોની કાળજી રાખવી જરુરી છે. જેથી બાળકો પરીક્ષા માટે સારી રીતે તૈયારી કરી શકે. બાળકોના આ પ્રકારનાં ડાઈટ પ્લાન આપવાથી બોર્ડમાં સારા માર્ક્સ મેળવવા માટે મદદ કરી શકે છે.
સવારની શરૂઆત કરો હેલ્થી બ્રેકફાસ્ટથી
બાળકોના દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો. પુરી, પરાઠા અને તળેલા ખોરાકને બદલે દૂધ, ઈંડા, ઓટ્સ, મુસળી, ઉપમા, ફળ, પોહા, ઈડલી, જ્યુસ, સ્પ્રાઉટ્સ જેવી વસ્તુઓ ખવડાવો. આનાથી ગ્લાયસેમિકનું પ્રમાણ ઘટશે અને શરીરને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળતું રહેશે. બદામ,અખરોટ,કિસમિસ, દ્રાક્ષ,નારંગી, અંજીર,સોયાબીન અને સફરજન પણ સારા એવા બ્રેકફાસ્ટ ઓપ્સન છે, જે બાળકોની યાદશક્તિમાં સુધારો કરે છે.
બાળકોને સ્ટ્રેસ ઇટીંગથી બચાવો
પરીક્ષા સમયે બાળકોને વધુ ભૂખ લાગે છે. પરીક્ષા સમયે બાળકોનું મગજ સતત વાચવામાં અને વાંચેલું યાદ રાખવામાં વ્યસ્ત હોય છે, જેથી બાળકોનું મન બહાર મળતી ચીપ્સ, બર્ગર, કેક, પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે. તેથી આવા સમયે બાળક સ્ટ્રેસ ઇટીંગ ન કરે તે માટેની ખાસ કાળજી લેવી જરુરી છે. બાળકોને સક્રિય અને અભ્યાસમાં વ્યસ્ત રાખવા હેલ્થી ડાઈટ આપતા રહો. ચીપ્સ, બર્ગર, કેક, પિઝાની સરખામણીમાં ડ્રાય ફ્રુટ્સ, સ્મૂધી, જ્યુસ, સૂપ, ફ્રુટ્સ, ડાર્ક ચોકલેટ આપવી,જે યાદશક્તિ માટે ફાયદાકારક છે.
બપોરનાં ભોજનમાં સલાડ ,ભાત- દાળ આપી શકાય
બપોરનાં સમયે જમવામાં તળેલી પુરી,તેલવાળા પરોઠા ને બદલે રોટલી , સલાડ ,ભાત ,દાળ, દહીં કે રાયતું આપી શકાય છે. માછલી અને લીલા પાંદડાવાળા શાકભાજી પાલક ,બીટ, ગાજર, મુળા લેવાથી મગજ તેજ થશે .પાલક અને બ્રોકોલીમાં લ્યુટીન, ફોલેટ, બીટા કેરોટીન અને વિટામિન રહેલ ન્યુટ્રીએન્સ મગજને તંદુરસ્ત રાખે છે.
સાંજેનાં સમયે લાગતી ભૂખ માટે આ ખવડાવો
બાળકોને સાંજનાં સમયે ચા, કોફી, પકોડા અને તેલ-મસાલાથી ભરપૂર વસ્તુ ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. તેલ-મસાલાવાળી વસ્તુને બદલે અખરોટ, ફ્રુટ જ્યુસ , મીઠી લસ્સી, ખારી લસ્સી, સૂપ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, રાસબેરી અને ઓટ્સ જેવી હેલ્થી ખાવાનું આપવું.
ડીનર માટે આ ઓપ્સન રહેશે બેસ્ટ
ન્યુટ્રીએન્સથી ભરપુર ડીનર બાળકોને આપવું. રાજમા સાથે ભાત, ચણા, દાળ, ખીચડી, રોટલી, શાકભાજી, સોયા ડીનર માટે શકાય છે આનાથી બાળકને સારી ઊંઘ પણ આવે છે.
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’