GSTV

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

શાળાનીફી બાબતે કોર્ટ દ્વારા સરકાર પર  અંતિમ નિર્ણય છોડવાના મામલે આજે વાલી મંડળના સભ્યો સાથે બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા ફી અંગેના નિર્ણય બાબતે નક્કર નિર્ણય લેવા કાર્યવાહી કરાશે. નોંધપાત્ર છે કે જેમાં  બપોરે 12 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક યોજાવાની છે. ત્યારે આ બેઠકમાં શિક્ષણ મંત્રી તથા વાલી મંડળના સભ્યોની હાજરી હશે. આ બેઠક દરમિયાન ફી બાબતે વાલી મંડળનો અભિપ્રાય લેવાશે.

  • આજે સાંજ સુધીમાં રાજ્યની સ્કૂલોની 25 ટકા ફી ઘટાડવાના નિર્ણયની સરકાર તરફથી થઈ શકે છે જાહેરાત – સૂત્રો
  • વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે નિર્ણય
  • 25 ટકા ફી માફીને ગુજરાત બોર્ડની સ્કૂલો માન્ય રાખશે તેવી શકયતા
  • CBSE સ્કૂલો હજુ ફી બાબતે અવલચંડાઈ કરે તેવી શકયતા

CBSE સ્કૂલો હજુ ફી બાબતે અવલચંડાઈ કરે તેવી શકયતા

  • વાલી મંડળ ના સભ્યો શિક્ષણમંત્રી ને મળવા પહોંચ્યા
  • શાળાફી માં રાહત આપવાની માંગ સાથે શિક્ષણમંત્રી સાથે બેઠક
  • ગઈકાલે શિક્ષણમંત્રીએ તમામ સાથે ચર્ચા કરવાનું આપ્યું હતું નિવેદન
  • શાળા નું પ્રથમ સત્ર ધોવાયા બાદ ફી માફી ની વાલીઓની માંગ

આજે સાંજ સુધીમાં સરકાર તરફથી સ્કૂલોની 25 ટકા ફી ઘટાડવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે

સ્કૂલ ફી મામલે વાલીઓ માટે મહત્વના સમાચાર છે. આજે સાંજ સુધીમાં સરકાર તરફથી સ્કૂલોની 25 ટકા ફી ઘટાડવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે.વાલી મંડળની બેઠક બાદ રાજ્ય સરકાર ફી માફી મુદ્દે સત્તાવાર જાહેરાત કરી શકે છે… જો કે વાલી મંડળે 50 ટકા ફી માફીની માંગણી કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 25 ટકા ફી માફીને ગુજરાત બોર્ડની સ્કૂલો માન્ય રાખે તેવી શક્યતા છે. પરંતુ સીબીએસઇની સ્કૂલો હજુ પણ ફી મુદ્દે તેમની મનમાની યથાવત રાખે તેવા એંધાણ છે.

READ ALSO

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!