GSTV

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

બેન્ક

ફેસ્ટિવ સીઝનમાં જો બાઇક કે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે ખુશખબર છે. હકીકતમાં ફેડરલ બેન્કે એક એવી સુવિધા શરૂ કરી છે જે અંતર્હત ગ્રાહક ફક્ત 1 રૂપિયાના પેમેન્ટ પર ટુ-વ્હીલર ખરીદી શકે છે. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતે જણાવીએ…

હકીકતમાં, ફેડરલ બેન્કે ગ્રાહકોને ડેબિટ કાર્ડ EMI પર બાઇક અથવા સ્કૂટર ખરીદવાની સુવિધા આપી છે. એટલે કે ફેડરલ બેન્ક કાર્ડ ધરાવતા ગ્રાહકો જ તેને પાત્ર હશે.

બાઇક

જણાવી દઇએ કે ગ્રાહક હીરો મોટોકોર્પ, હોન્ડ મોટરસાઇકલ અને TVS મોટરના દેશભરમાં આવેલા 947 શોરૂમ્સમાંથી ગમે ત્યાંથી 1 રૂપિયાનું પેમેન્ટ કરીને ટુ-વ્હીલર ખરીદી શકે છે.

બેન્ક અનુસાર પેપર વર્ક કરવાનું નથી અને બેન્ક જવાની પણ જરૂર નથી. આ સંપૂર્ણ રીતે ઓનલાઇન પ્રોસેસ છે. જ્યારે પ્રોસેસિંગ ફી પણ નથી ભરવાની. ડેબિટ કાર્ડ EMIની ચુકવણી માટે બેન્ક ગ્રાહક 3/6/9/12 મહિનાના સમયગાળાનો વિકલ્પ સિલેક્ટ કરી શકો છો.

ફેડરલ બેન્કના ગ્રાહક આ સુવિધાના યોગ્ય છે કે નહી, તેની જાણકારી માટે ‘DC-સ્પેસ-EMI’ લખીને ‘5676762’ પર SMS મોકલવાનો છે. ગ્રાહક ઇચ્છે તો 7812900900 પર મિસ્ડ કૉલ પણ કરી શકો છો.

ગ્રાહક હોન્ડા મોટરસાયકલ કે સ્કૂટર અથવા બાઇકની ખરીદી પર ફેસ્ટિવ ઓફર અંતર્ગત 5 ટકા કેશબેક પણ ઓફર કરી રહી છે. તેના માટે મિનિમમ ખરીદી અમાઉન્ટ 30000 રૂપિયા હોવી જોઇએ. એક કાર્ડ પર મેક્સિમમ કેશબેક અમાઉન્ટ 5000 રૂપિયા હશે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!