GSTV
ANDAR NI VAT ટોપ સ્ટોરી

ASTROLOGY / ફેબ્રુ-2023 સુધીમાં રશિયા અનેક દેશો સાથે યુદ્ધ કરશે અને હારશે

23/12/1991ના રોજ સાંજે 06.55એ યુએસએસઆરના વિઘટનમાંથી રશિયા નામનો નવો દેશ અસ્તિત્ત્વમાં આવ્યો. એ જ સમયને રશિયાની જન્મ તારીખ માનવામાં આવે છે. તે પ્રમાણે જોઈએ તો રશિયાની કુંડળી કર્ક લગ્નની બને છે. તેમાં ચાર ગ્રહો સ્વગૃહી છે. જે રશિયાના ઉન્નત ભવિષ્યની આગાહી કરે છે. ચંદ્ર પ્રથમ સ્થાનમાં સ્વગૃહી છે તે દર્શાવે છે કે રશિયન લોકો લાગણીશીલ છે. કેરિંગ છે, હૃષ્ટપુષ્ટ છે. બીજા સ્થાનમાં ગુરુ છે. તે આર્થિક સદ્ધરતાનો કારક છે. આ મુજબ જોઈએ તો રશિયાની કુંડળીમાં આર્થિક સમૃદ્ધિનું પ્રોમિસ રહેલું છે.

2027થી રશિયાનો ગોલ્ડન પીરિયડ :

ત્રીજા સ્થાનનો માલિક બનીને બુધ પાંચમે સ્વગૃહી મંગળ સાથે બેઠો છે તે દર્શાવે છે કે રશિયામાં સંચાર અને પરિવહન સેવાઓ ખૂબ સારી છે. બીજા સ્થાનના માલિક સૂર્ય અને છઠ્ઠા સ્થાનના માલિક ગુરુ વચ્ચે રાશિ પરિવર્તન યોગ હોવાથી આ દેશને અમુક સમયે દેણાનો પ્રશ્ન પણ સતાવે. ચોથા સ્થાનનો માલિક ચોથા સ્થાનમાં બેઠો છે. તે શુક્ર હોવાથી માલવ્ય યોગ બને છે. રશિયાનું વાહન અને સંપત્તિનું સુખ ખૂબ સારું રહે. પાંચમા સ્થાનનો માલિક પાંચમે બેઠો છે તે દર્શાવે છે કે રશિયન લોકો અત્યંત બુદ્ધિશાળી, હાજરજવાબી અને ગુસ્સાવાળા છે. સાતમા સ્થાનનો માલિક સાતમે બેઠો છે. શનિ સાતમા સ્થાનમાં શશ યોગ બનાવે છે. મકરનો શનિ છે. તે દર્શાવે છે કે રશિયા ખનિજ, લોખંડ, તેલ અને દવાના બિઝનેસમાં આગળ વધે. 2027 પછી રશિયાની વધારે પ્રગતિ થશે.

સ્ત્રી શાસક રશિયા પર રાજ કરશે :

રશિયાની કુંડળીમાં બે ધનયોગ અને ચાર રાજયોગ બને છે. કોઈ દેશની કુંડળી આટલી સારી ભાગ્યે જ હોઈ શકે. તેના ફળ તેને યોગ્ય સમયે મળશે. અત્યારે રશિયાની કુંડળીમાં કેતુની દશા ચાલે છે. કેતુ દિશાહિન કરી દેનારો ગ્રહ છે. 2002થી 2019 દરમિયાન રશિયાને બુધની દશા ચાલતી હતી. બુધ પણ મંગળ સાથે બેઠો હોવાથી રશિયામાં તાનાશાહી છે. કેતુની દશા 2026માં પૂરી થશે અને બરાબર ત્યારથી શુક્રની 20 વર્ષની મહાદશા શરૂ થશે. શુક્ર માલવ્ય યોગ રચતો હોવાથી રશિયાનો ત્યારથી ગોલ્ડન પીરિયડ શરૂ થશે અને તેનું નેતૃત્વ કોઈ સ્ત્રીના હાથમાં આવશે. તે રશિયા આજના રશિયા કરતા સાવ અલગ જ હશે.

રશિયા ધીંગાણે કેમ ચડ્યું?

રશિયાની પાવરફૂલ કુંડળી જોતા લાગે છે કે ભવિષ્યમાં રશિયા અમેરિકા કરતા આગળ નીકળશે. અલબત્ત એ રશિયા અમેરિકાનું શત્રુ નહીં હોય. ન તો ત્યાં પુતિન જેવા તાનાશાહ હશે. એ રશિયા શાંતિપ્રિય અને વિકાસોન્મુખ હશે. રશિયા અત્યારે યુક્રેન સામે યુદ્ધ શા માટે કરી રહ્યું છે? જવાબ સાવ સિમ્પલ છે. છઠ્ઠું સ્થાન યુદ્ધનું સ્થાન છે, જેમાં રાહુ બેઠો છે. રશિયાની કુંડળીમાં હાલ કેતુની મહાદશામાં રાહુની આંતર્દશા ચાલી રહી છે. આંતર્દશાને ભુક્તિ કહે છે. જ્યારે કોઈ આંતર્દશા શરૂ થાય ત્યારે તેના ફળ મળવાના શરૂ થાય છે. રાહુની આંતર્દશા શરૂ થતા યુદ્ધના સ્થાનમાં બેઠેલા રાહુએ તેના ફળ આપવાનું શરૂ કર્યું એટલે જ યુદ્ધ થયું.

શનિની પનોતી આભે તારા દેખાડશે :

રશિયા ફેબ્રુઆરી 2023 સુધી યુદ્ધરત રહેશે અને તેમાં ઘણું ગુમાવશે. 29 એપ્રિલ 2022થી રશિયાની અઢી વર્ષની પનોતી શરૂ થાય છે. આ પનોતી અષ્ટમ શનિની છે. તેમાં અષ્ટકવર્ગમાં શનિને ઝીરો પોઇન્ટ મળે છે. એ પનોતીમાં રશિયા બરબાદ થઈ જશે. રશિયા માત્ર યુક્રેન નહીં, બીજા દેશો સાથે પણ યુદ્ધમાં સંડોવાશે. સંભવતઃ અમેરિકા સાથે અને એ ભૂલ દ્વારા પુતિન પોતાનો અંત નોતરશે. ફેબ્રુઆરી-2023માં કેતુની મહાદશામાં ગુરુની આંતર્દશાનો પ્રારંભ થશે સમાધાન થશે અને નવા રશિયાનો આરંભ થશે. પુતિન મોડામાં મોડા જાન્યુઆરી-2023 સુધીમાં રશિયાના રાજકારણમાંથી ગાયબ થઈ જશે. શનિની અઢી વર્ષની પનોતી પૂરી થશે તે પછીનું પુતિન-મુક્ત રશિયા ફરી સમૃદ્ધ બનશે, વિકાસોન્મુખ બનશે અને તેને સારા શાસકો મળશે.

Read Also

Related posts

BIG BREAKING / કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારતા 25ના મોત, CMએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Hardik Hingu

Swachh Survekshan 2022 / સતત ત્રીજી વાર સમગ્ર દેશનું બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું સુરત, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

Hemal Vegda

મોટા સમાચાર / ગુજરાતમાં GST કલેક્શનમાં 16 ટકાનો વધારો, આર્થિક વિકાસના સારા સંકેત

Hemal Vegda
GSTV