GSTV

1 ફેબ્રુઆરીથી TV જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ, આ નવા નિયમથી તમારા ખિસ્સા પર પડશે ભાર

એક ફેબ્રુઆરીથી ઘરમાં જેટલાં ટીવી છે તેટલા કનેક્શન તમારે લેવા પડશે. આ ઉપરાંત દરેક કેબલ કે ડીટીએચ કનેક્શન માટે દર મહિને વધારે ખર્ચ કરવો પડશે. જો કે જે લોકોએ લાંબા સમય માટે ચેનલ પેકેજ લીધું હશે તેમને ટ્રાઇએ મોટી રાહત આપી છે.

આ છે નિયમ

હાલ જે ઘરોમાં એકથી વધુ કનેક્શન છે તેમણે ફક્ત અલગથી સેટ ટૉપ બૉક્સ જ લેવું પડે છે. એક જ પ્લાન લઇને તમે એકથી વધુ ટીવી ચલાવી શકો છો. જો કે એક ફ્રેબુઆરીથી તમારે ઘર કે બીજી જગ્યાએ રહેલા ટીવી માટે અલગ કનેક્શન લેવું પડશે. દરેક ટીવી માટે અલગ પેકેજ લેવું પડશે. તેનાથી તમારા ખિસ્સા પર વધુ ભાર પડશે.

મોટા પેકેજમાં મળશે રાહત

જો કે ટ્રાઇએ હાલ તે લોકોને રાહત આપી છે તેમણે 3,6,9,12 મહિનાનું પેકેજ લીધું છે. તેવા લોકોનો પ્લાન પૂરો થાય ત્યાં સુધી જૂના નિયમ પ્રમાણે જ ચાલશે. ત્યાર બાદ તેમને નવા નિયમો લાગુ થશે. જો કે તે ગ્રાહક પર આધારિત હગશે કે તે ચાલુ પ્લાનને આગળ વધારવા માગે છે કે 1 ફેબ્રુઆરીથી નવા નિયમો હેઠળ ચેનલ જોવા માગે છે.

પે ચેનલ માટે આપવી પડશે ફી

દરેક પે ચેનલ માટે 1 ફેબ્રુઆરીથી નેટવર્ક કેપેસિટી ફી પણ આપવી પડશે. આ ફી પે ચેનલ ઉપરાંતની હશે. 100 એસડી ચેનલ ઉપરાંત 25 એસડી ચેનલ વધુ લેવા પર 20 રૂપિયા આપવા પડશે.

1 ફેબ્રુઆરીથી ચાલુ રહેશે એફટીએ ચેનલ

જો કે જે ગ્રાહક 31 જાન્યુઆરી સુધી પોતાની ચેનલ્સ પસંદ નહી કરે તેમના માટે 1 ફેબ્રુઆરીથી તમામ ફ્રી ટુ એર ચેનલોનું પ્રસારણ ચાલતું રહેશે. ડો તે પેઇડ ચેનલોનું પ્રસારણ નહી કરવામાં આવે.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!