GSTV

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થવાની શંકા છે. હવામાનની આગાહી સ્કાયમેટે દાવો કર્યો છે કે ચોખાનું ઉત્પાદન 9 મિલિયન ટન થવાની આશંકા છે. આ ઉત્પાદન સરકારના અંદાજ કરતા 10 ટકા ઓછું છે. જો સ્કાયમેટનો અંદાજ સાચો પડશે, તો એવું પાંચ વર્ષમાં પહેલીવાર બનશે જ્યારે ચોખાનું ઉત્પાદન ઘટશે. એટલું જ નહીં, તે 9 વર્ષમાં સૌથી નીચું હશે.આના કારણે ચોખાના ભાવમાં વધારો થવાની પ્રબળ સંભાવના રહેશે.

કઠોળનું ઉત્પાદન પણ ઓછું થઈ શકે છે

જોકે સ્કાયમેટે પ્રથમ વખત આવું અનુમાન બહાર પાડ્યું છે.પરંતુ તેણે ચિંતા વ્યક્ત કરી છે કે કૃષિ ક્ષેત્રની કામગીરી ચાલુ નાણાકીય વર્ષના  બીજા છ માસિકમાં કથળી શકે છે, જેનાથી જીડીપીમાં ઘટાડો થઈ શકે છે. આ વર્ષે કઠોળનું ઉત્પાદન પણ સરકારના 82.3 લાખ ટનના રહેવાનું અનુમાન છે. જે અનુમાનથી લગભગ 6 લાખ ટન ઓછું થઇ શકે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પાકને નુક્સાન પહોંચ્યું છે. એટલું જ નહીં, ચોમાસાના મોડુ પડતા અને ત્યાર બાદ પુરની સ્થિતીના કારણે રવિ પાકને ખુબ નુક્સાન થયું છે. જેના કારણે કઠોળનું ઉત્પાદન ઘટવાની ધારણા આશંકા. શિયાળામાં કઠોળની વાવણીમાં 20% ઘટાડો થયો છે.

સરકાર સ્ટોક બજારમાં ઉતારશે

આગામી રવી પાકની ગણતરી નાણાકીય વર્ષ 2021 ના ​​જીડીપીમાં કરવામાં આવશે. સ્કાયમેટ કહેવા  છે કે જો આ વર્ષે ખરીફ પાકમાં ચોખાનું ઉત્પાદન ઓછું હોય તો તે ચોખાના ભાવમાં વધારો થઇ શકે છે. જો કે આનાથી ભારતીય ફૂડ કોર્પોરેશન પર ચોખા ખરીદવા માટેનું દબાણ હળવું થશે. સરકાર પોતાનું વધારાનો સ્ટોક બજારમાં ઉતારી શકશે પણ વધારશે.

સરકાર ઘટાડી શકે છે રિઝર્વ પ્રાઇસ

સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે કે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં જ્યાં પાણીનો અભાવ છે, ત્યાં ખેડૂતોએ ચોખાને બદલે બીજો પાક વાવણી કરવી જોઈએ. એક અનુમાન મુજબ ફક્ત એક કિલો ચોખા પેદા કરવા માટે લગભગ 5,000 લિટર પાણીની જરૂર પડે છે. કેન્દ્ર સરકાર એફસીઆઈની ઓપન માર્કેટ સેલિંગ સ્કિમ હેઠળ જથ્થાબંધ ખરીદદારો માટે ચોખાના રિઝર્વ પ્રાઇઝ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટાડી શકે છે. હાલનો રિઝર્વ પ્રાઇઝ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,785 છે.

Related posts

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!