GSTV
Home » News » સોમનાથ: ત્રિવેણી સંગમ પર પાણીની ભયજનક સપાટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સોમનાથ: ત્રિવેણી સંગમ પર પાણીની ભયજનક સપાટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વેરાવળનો ત્રિવેણી સંગમ પાણી પાણી થઇ ગયો છે. ત્રિવેણી સંગમ પર પાણી પહોંચી જતા પયર્ટકો માટે આવન જાવન બંધ કરી દેવામાં આવ્યું છે. કોઇ પણ વ્યક્તિ ઘાટ પર પહોંચી ન જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ જાન હાની ન થાય તે માટે તંત્ર દ્વારા પુરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે ત્રિવેણી સંગમ કિનારાની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારનો નવો આદેશ ના મળે ત્યાં સુધી ઘાટ બંધ રહેશે.

તીર્થધામ સોમનાથની મુલાકાતે આવતા સહેલાણીઓમાં ત્રિવેણી સંગમનું આગવું મહત્વ છે. પરંતુ વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર વેરાવળનાં દરિયાકિનારે જેવા મળી હતી. જો કે સોમનાથ તરફ થી વાવાઝોડુ પોરબંદર તરફ ફંટાયું હતું. તેમજ છેલ્લે આ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ વળ્યું હતું. જેથી ગુજરાત પરથી સંકટ ટળ્યું છે. જો કે તેમ છતાં આ વાયુ વાવાઝોડુ પોતાની અસર બતાવશે તેમ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!