GSTV
Gujarat Government Advertisement

પાક.ને પીઓકે મુદ્દે ભારત સાથે યુદ્ધનો ડર, યુએનને પગલાં લેવા વિનંતી

Last Updated on January 12, 2020 by Mayur

પાકિસ્તાનને પીઓકે મુદ્દે હવે ભારત સાથે ‘વિનાશક યુદ્ધ’નો ડર સતાવી રહ્યો છે. આ ‘યુદ્ધ’ અટકાવવા માટે તેણે સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદ અને મહાસચિવને ‘નિર્ણાયક પગલાં’ લેવા માટે વિનંતી કરી હતી. સાથે જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ અને કાશ્મીરી લોકોને તેમના આત્મનિર્ણયનો અધિકાર અપાવવા પહેલ કરવા પણ વિનંતી કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને સન્માન આપવા અંગે સંયુક્ત રાષ્ટ્રમાં થયેલી ચર્ચામાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે કાશ્મીર મુદ્દા પર જ ભાર મૂક્યો અને ભારત વિરૂદ્ધ અનેક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે ભારત તરફથી જે સંકેત મળી રહ્યા છે, તે તેના પાકિસ્તાન પર આક્રમણના ઈરાદાઓ સ્પષ્ટ કરે છે.

અકરમે ભારતે જાહેર કરેલા નક્શાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ નકશામાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનને ભારતીય ક્ષેત્ર રૂપે દર્શાવાયા છે. ભારતના વિદેશ મંત્રીએ પણ કહ્યું છે કે તેઓ એક દિવસ પીઓકે પર કબજો જમાવશે. યુએન ભારતના આ પગલાંઓને અટકાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરે.

દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે દક્ષિણ કાશ્મીરમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના નાવેદ બાબુ સહિત બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. નાવેદ બાબુ શોપિયાંમાં એક ટ્રક ચાલકની હત્યામાં સંડોવાયેલ હતો. તેના પર સલામતી દળો પર હુમલા કરવાના પણ આરોપો છે. કાશ્મીરમાં હાલત આતંકીઓએ તેમની રણનીતિ બદલી હોવાનું કહેવાય છે. તેઓ હવે બેથી ત્રણ આતંકીઓના જૂથમાં ફરે છે જ્યારે પહેલાં તે 6થી 7 લોકોના ગૂ્રપમાં ફરતા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!