GSTV
News World ટોપ સ્ટોરી

Omicronનો ખોફ/ જાપાને વિદેશીઓની એન્ટ્રી બંધ કરી, આ દેશમાં લાગ્યું લોકડાઉન અને બ્રિટન નેધરલેન્ડે મુક્યા કડક નિયંત્રણો

જાપાન

કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicronના ડરના કારણે દુનિયાભરના દેશોમાં ફરી પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જાપાને આગલા આદેશ સુધી તમામ વિદેશની નાગરિક પર રોક લગાવવાની ઘોષણા કરી દીધી છે. જાપાનના વડાપ્રધાન ફૂમીયો કિશિદાએ કહ્યું કે, COVID 19ના નવા વેરિએન્ટ Omicronને ધ્યાનમાં રાખતા હાલ દેશમાં નવા વિદેશી નાગરિકોની એન્ટ્રી પર બેન લગાવવામાં આવી રહ્યો છે.

જાપનના વડાપ્રધાન ફૂમીયો કિશિદાએ સોમવારે કહ્યું કે જાપાન સીમા પર નિયંત્રણને વધારવાના ઉપાય પર વિચાર કરી રહ્યા છે. કિશિદાએ રીપોર્ટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે એમની યોજના દક્ષિણ આફ્રિકા અને એની પાસેના આઠ દેશોના યાત્રીઓ માટે 10 દિવસ સુધી ફરજીયાત ક્વોરેન્ટાઇન ઉપરાંત અન્ય પગલાંની ઘોષણા કરવામાં આવી છે. જાપાને હજુ પણ કોઈ અન્ય દેશના પર્યટકોની અહીં આવવા પર પ્રતિબંધ મુકાયો છે.

જાપાન પહેલા સિંગાપોરે પણ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને કડક નિયંત્રણો જાહેર કર્યા છે. ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે, સિંગાપોરે કરાત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UEA) ના પ્રવાસીઓને આપવામાં આવતી આઇસોલેશન મુક્તિ (VTL) સ્થગિત કરી દીધી છે જેમને રસી આપવામાં આવી છે. સિંગાપોરના આરોગ્ય વિભાગે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે આ દેશોના પ્રવાસીઓને અગાઉ 6 ડિસેમ્બરથી આઇસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવેથી VTL આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.

નેધરલેન્ડે લોકડાઉન જાહેર કર્યું

નોવેલ કોરોનાવાયરસ, ઓમિક્રોનના 13 પુષ્ટિ થયેલા કેસો વચ્ચે વાયરસના ફેલાવાને રોકવા માટે નેધરલેન્ડ્સમાં રવિવારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનની નવી માર્ગદર્શિકા અનુસાર રેસ્ટોરાં, બાર, બિન-આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, સિનેમા હોલ અને થિયેટરો અને અન્ય જાહેર સ્થળો સાંજે 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બંધ રહેશે. વિલ્કો ક્લિપેન, જે નિજમેગેન શહેરમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે, જણાવ્યું હતું કે નવીનતમ લોકડાઉન તેની બાકીની બચતને નાશ કરશે.

બ્રિટનમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપનો ત્રીજો કેસ નોંધાયો છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ રવિવારે આ માહિતી આપી. જે વ્યક્તિમાં કોરોનાના ઓમિક્રોન સ્વરૂપની પુષ્ટિ થઈ છે તે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો, પરંતુ હાલમાં તે યુકેમાં હાજર નથી. જો કે, UKHSA એ ખુલાસો કર્યો કે યુકે છોડતા પહેલા આ વ્યક્તિએ મધ્ય લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં ઘણો સમય વિતાવ્યો હતો.

કોરોનાથી વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકોના મોત

કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલે વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. મોરોક્કોએ કહ્યું કે તે આગામી બે અઠવાડિયા માટે સોમવારથી આવનારી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરશે. હોંગકોંગથી લઈને યુરોપ અને ઉત્તર અમેરિકા સુધીના ઘણા સ્થળોના વૈજ્ઞાનિકોએ આ સ્વરૂપની હાજરીની ઓળખ કરી છે. રવિવારે નેધરલેન્ડ્સમાં ઓમિક્રોનના 13 કેસ નોંધાયા હતા. આ પછી કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી બે-બે કેસ નોંધાયા હતા. ઘણા દેશોમાં નવા સ્વરૂપ ના મામલા સામે આવવા અને સીમા બંધ કરવા જેવા પગલાંને સીમિત પ્રભાવને જોતા WHOએ બોર્ડર બંધ ન કરવાની સૂચન આપ્યું છે.

કોરોના

વિશ્વના અન્ય ઘણા દેશોમાં કોવિડ-19ના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ના કેસ સામે આવ્યા બાદ ઘણી સરકારોએ પોત-પોતાના દેશોની સરહદો બંધ કરવા જેવા પગલાં લીધા છે, જ્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વાયરસનું સ્વરૂપ પહેલા આવેલા સ્વરૂપો કરતા ખતરનાક છે કે નહિ. નવા સ્વરૂપને દક્ષિણ આફ્રિકાના સંશોધકો દ્વારા થોડા દિવસો પહેલા ઓળખવામાં આવ્યું હતું અને હજુ સુધી તે વધુ ચેપી છે કે દર્દીને ગંભીર રીતે બીમાર કરવા અથવા તેની રસીની અસરને નકારી કાઢે છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ઘણા દેશોએ સાવચેતીના પગલાં લીધા છે.

Read Also

Related posts

મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ

Zainul Ansari

મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

Zainul Ansari

છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી

Zainul Ansari
GSTV