GSTV

દિલ્હીમાં મોટા આતંકી હુમલાની દહેશત, જૈશના ત્રણ આતંકીઓ ઘુસ્યા

Last Updated on October 3, 2019 by Mayur

દિલ્હીમાં જૈશના ત્રણથી ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાના ઈન્ટપુટ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં જૈશના આતંકવાદીઓ મોટો હુમલો કરી શકે છે. સુરક્ષા એજન્સીના એલર્ટ બાદ દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા અને દિલ્હી પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ ઠેકાણે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જે ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા તેમા સીમલમપુર, જામિયાનગર અને પડાહગંજનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા પાકિસ્તાન ભારતમાં આતંકવાદી હુમલો કરવાની ફિરાતમા છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યુ છે. જેથી સરહદ પર સેના દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!