GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

તો ડૉ.હાથી આ ડરથી વજન ઘટાડતા ન હતાં, જાણો કેટલું હતું વજન?

ટીવીના સુપરહિટ શોમાંનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડો.હાથીનું પાત્ર નિભાવનાર ઍક્ટર કવિ કુમાર આઝાદના મોતથી તેમના ફૅન્સ હજુ પણ દુઃખી છે. હવે તેમના એક ડૉક્ટરે તેમનાથી જોડાયેલી આ જ બાબતનો ખુલાસો કર્યો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. જે ડૉક્ટરે વર્ષો પહેલાં તેમની બૅરિએટ્રિક સર્જરી કરી હતી, તેમણે કહ્યું હતું કે આઝાદ જાણી જોઈને પોતાનું વજન ઓછું કરવા માંગતા ન હતાં.

વેબસાઈટ સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર ડૉક્ટરે કહ્યું કે કવિ કુમાર આઝાદને એ વાતનો ડર હતો કે જો તે પોતાનું વજન ઓછું કરશે તો તેમને કામ નહીં મળે. જ્યારે ડૉક્ટરે તેમને બીજી વખત બૅરિએટ્રિક સર્જરી કરવાનું કહ્યું તો કવિએ કહ્યું કે તે પોતાનું વજન આટલું જ રાખવા માંગે છે નહીંતર સ્ક્રીન પર તે જાડા દેખાઈ નહીં શકે.

ડૉક્ટરે જણાવ્યું હતું કે 8 વર્ષ પહેલાં શૂટિંગ કરતી વખતે તે બેહોશ થઈ ગયાં હતાં. તેમને વૅન્ટિલેટર પર રાખવા પડ્યાં હતાં. જાડા હોવાને કારણે તેમની તબિયત વધારે બગડી હતી. તે વખતે તેમનું વજન 265 કિલોગ્રામ હતું. ડૉક્ટરોએ તેમની સર્જરી કરવી પડી હતી. ઑપરેશન કર્યા બાદ તેમનું વજન 140 કિલોગ્રામ હતું. ત્યાર બાદ તે કામ ફરી શરૂ કરી શક્યા હતાં.

ડૉક્ટરે જણાવ્યું કે તેમને અમે બીજી વખત સર્જરી કરવાની સલાહ આપી હતી. પરંતુ તે ફરી ક્યારેય સર્જરી માટે પાછા ન આવ્યાં. જો તેમની બીજી વખત સર્જરી કરવામાં આવી હોત તો તેમનું વજન 90 કિલોગ્રામ થઈ ગયું હતું. અમે એમ પણ કહ્યું હતું કે પૅડિંગની મદદથી તમે સ્ક્રીન પર જાડા દેખાઈ શકો છો પરંતુ તેઓ કહેતા હતાં કે મારો ચહેરો મોટો નહીં દેખાય.

ડૉક્ટરોએ કવિ કુમાર આઝાદને ચેતવ્યા પણ હતાં કે જો તેઓ પોતાનું વજન નહીં ઘટાડે તો તેમનું મોત પણ થઈ શકે છે. સર્જરી બાદ પણ ઍક્ટરે પોતાનું 20 કિલો વજન વધારી લીધું હતું. ઉલ્લેખનીય છે કે 9 જુલાઈએ હાર્ટ ઍટેકને કારણે કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું.

Related posts

દિલ્હી ટોપ-3 માં પહોંચ્યા બાદ કેજરીવાલ સુધરી ગયા, લોકડાઉનમાં મોદીને નાકમાં દમ લાવનાર હવે આપી રહ્યાં છે આ સલાહ

Karan

ખેડૂતો આનંદો : ચોમાસાએ કેરળકાંઠાને વધાવ્યો, 30 જૂન સુધી સમગ્ર ભારતમાં થશે વરસાદ

Harshad Patel

દરરોજ 7 રૂપિયાની બચત કરો વાર્ષિક 60 હજાર રૂપિયા મળશે પેન્શન, મોદી સરકારની આ સૌથી ફેમસ છે યોજના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!