GSTV
ANDAR NI VAT India News

જી-23ના નેતાઓને કૉન્ગ્રેસમાં કદ વેતરાઈ જવાનો ભય

પ્રશાંત કિશોરના વિચારોને લઈને પક્ષમાં સર્વાનુમતિ સર્જાય તેના માટે સોનિયા ગાંધી દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તેમની આ મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવતી પણ દેખાય છે. વિરોધ હટ્યો છે પરંતુ હજી સંપૂર્ણ સમાપ્ત થયો નથી. પ્રશાંત કિશોરને જે પ્રતિસાદ મળી રહ્યો છે અને તેને જે મહત્ત્વ અપાઈ રહ્યું છે તે જોતાં જી-23ના વરિષ્ઠ નેતાઓને પણ ભય લાગી રહ્યો છે કે પાર્ટીમાં તેમનું કદ વેતરાઈ શકે છે.

પ્રશાંત કિશોરના આગમન પછી પક્ષમાં જે બદલાવ થવાનો છે તે કૉન્ગ્રેસના કેટલાક જૂનાજોગીઓની કારકિર્દી ખતમ કરી શકે છે. જ્યારે તેઓ વિરોધમાં હોય ત્યારે તેમની કારકિર્દી થવાની સંભાવના ઓર વધી જાય છે. કૉન્ગ્રેસના જૂનાજોગીઓ માટે આ સમય એ પૂરવાર કરવાનો છે કે તેઓ ખરેખર પક્ષને વફાદાર છે, સ્વાર્થના સગા નથી. પક્ષના ભલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરવાની તૈયારી તેમણે બતાવવી પડશે.

કૉન્ગ્રેસને સફળ બનાવવા માટે તેમાં યુવાનોની ભાગીદારી ખૂબ જરૂરી છે અને યુવાનો તેના તરફ ત્યારે જ ખેંચાશે જ્યારે તે આકર્ષક અને પરિણામદાયક પાર્ટી બનશે. કૉન્ગ્રેસ આ બધું કરી શકશે કે નહીં, તેનો નકશો આગામી મહીને ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં મળશે. પ્રશાંત કિશોર કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધા વિના દેશના સૌથી જૂના પક્ષના જીર્ણોદ્ધાર માટે તૈયાર થયા છે તે પણ નોંધપાત્ર અને સરાહનીય છે. તેઓ કૉન્ગ્રેસને મેરિટ આધારિત પક્ષ બનાવવા માગે છે. આવામાં જી-23ના અસંતુષ્ઠ નેતાઓએ હવે સહકાર કર્યા વિના છૂટકો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV