GSTV

Corona નો ડર : આ દેશમાં એપ્રિલ સુધી સ્કૂલો રહેશે બંધ, બાળકોને એકઠા ન કરવાનો નિર્ણય

corona

કોરોના (Corona)વાયરસનાં વધતા પ્રકોપ વચ્ચે જાપાનમાં તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે. જાપાનનાં વડાપ્રધાન શિંજો આબેએ તમામ પ્રાથમિક, જુનિયર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલોને સોમવારથી વેકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ ઉનાળાની રજાઓના અંત એટલે કે એપ્રિલ સુધી બંધ રાખવા આદેશ અપાયો છે.

corona બે અઠવાડિયા ખૂબ જ મહત્વના

આબેએ કોરોના વાયરસ પ્રકોપ સંકટ પર કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે તમામ વિસ્તારોમાં બાળકોને સંક્રમણ ફેલાતું અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી એક અથવા બે અઠવાડિયા ખુબ જ મહત્વપૂર્ણ છે. કેબિનેટ બેઠકમાં જાપાનનાં પ્રધાનમંત્રી શિંજો આબેએ જણાવ્યું હતું કે સરકાર બાળકોનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

જાપાનમાં 200થી વધુ લોકોમાં રોગ ફેલાયો

જાપાનમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ડાયમંડ પ્રિન્સેસ જહાજનાં 700 સંક્રમિત લોકોને બાદ કરતાં જાપાનમાં 200થી વધુ લોકોમાં આ રોગ ફેલાયો છે. આ ઉપરાંત હોક્કાઇડોમાં 1600 પ્રાથમિક અને જુનિયર હાઈસ્કૂલોમાં કોરોના વાયરસને પગલે અઠવાડિયાની રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાઉદીએ મક્કા-મદીનામાં યાત્રાળુઓ મૂક્યો પ્રતિબંધ

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસને કારણે સાઉદી અરબ સરકારે ધાર્મિક યાત્રા ઉમરા કરવા મક્કા-મદીના આવનારા યાત્રીઓ પર અસ્થાઈ રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે દુનિયાભરથી લખો મુસ્લિમો ધાર્મિક યાત્રા કરવા સાઉદી અરબના મક્કા અને મદીના પહોંચે છે. આ સમયે ઘણાં દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તો સાઉદી સરકારે થોડા સમય માટે આ ફેંસલો કર્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત દેશોના નાગરિકો પર કડક નજર રાખવામાં આવી રહી છે.

કુલ મરનારની સંખ્યા 2744

ચીનમાં રોગચાળો બની ચૂકેલ કોરોના વાયરસથી વધુ 29 લોકોનાં મોત થઇ ગયા છે. આમ કુલ મરનારની સંખ્યા 2744 પર પહોંચી ગઈ છે જ્યારે કુલ કેસોની સંખ્યા 78,500 પાર થઇ ગઈ છે.

READ ALSO

Related posts

ભારત સરકારે બનાવી એપ, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવશો તો કરશે જાણ

Nilesh Jethva

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!