GSTV

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

દેશમાં વર્તમાન વર્ષે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન સીધું વિદેશી રોકાણ (FDI) 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં 23.35 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કમાણી પાછળના રોકાણ સહિત કુલ FDI 13 ટકા વધીને 35.73 અબજ ડોલરે પહોંચ્યું છે.

મંત્રાલયે વધુમાં કહ્યું કે, વર્તમાન વર્ષે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આવેલું સીધું વિદેશી રોકાણ કોઈપણ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિના કરતા સૌથી વધુ છે અને વર્ષ 2019-20ના પ્રથમ પાંચ મહિનાની તુલનામાં તે 13 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ પાંચ મહિનામાં 31.60 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું હતું. વર્ષ 2008થી 2014 દરમિયાન કુલ FDI 231.37 અબજ ડોલર આવ્યું હતું, જેની તુલનામાં વર્ષ 2014થી 2020 FDI 55 ટકા ઉછળીને 358.29 અબજ ડોલર નોંધાયું હતું.

 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સીધા વિદેશી રોકાણ માટે ભારત એક પસંદગીનું સ્થળ છે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં FDI 55 ટકા વધ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન કોવિડ-19 કટોકટી છતાં FDIના પ્રવાહમાં 13 ટકાનો વધારો થયો છે.

કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આ વર્ષે આવેલું FDI સૌથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશની આર્થિક વૃદ્ધિને ગતિ આપવામાં FDI મહત્વની બાબત હોય છે અને દેવા વગર નાણાંનો મહત્વપૂર્ણ સ્રોત છે. FDI નીતિ સરળ અને રોકાણકારોને અનુકૂળ બનાવવાનો સરકારનો પ્રયાસ છે. FDI નીતિ સરળ અને રોકાણકારો માટે અનુકૂળ બનાવવાની સાથે સાથે એ પણ પ્રયાસો કરાયા છે કે, નીતિગત અડચણો દૂર કરવામાં આવે, જે દેશમાં રોકાણ પ્રવાહમાં અડચણરૂપ બનેલ હતા.

READ ALSO

Related posts

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!