GSTV
Home » News » FDIના મોરચે મોદી સરકારને નિષ્ફળતા

FDIના મોરચે મોદી સરકારને નિષ્ફળતા

મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપનારી મોદી સરકારને સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈના મામલામાં નાકામિયાબી હાથ લાગી છે. અહેવાલો મુજબ દેશમાં ગત ચાર વર્ષો દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં 1.17 કરોડ રૂપિયા જ વિદેશી રોકાણ આવી શક્યું છે. આવી પરિસ્થિતિ ત્યારે છે કે જ્યારે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ માટે નિયમોને ઉદાર બનાવ્યા હતા અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને પણ સમાપ્ત કરી દીધું હતું.

સંરક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ ભામરેએ બુધવારે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે એપ્રિલ-2014થી ડિસેમ્બર-2017 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં 0.18 મિલિયન ડોલરનું વિદેશી સોકાણ આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ સમયગાળા દરમિયાન ભારત સરકારે 1.25 લાખ કરોડના સંરક્ષણલક્ષી ખરીદીના 70 સોદાને લીલીઝંડી આપી છે. આ સંરક્ષણ સોદામાં ઈઝરાયલ પાસેથી રડાર અને મિસાઈલ, અમેરિકા પાસેથી એરક્રાફ્ટ, આર્ટિલરી ગન્સ, ફ્રાંસના હથિયાર અને ફાઈટર જેટ્સ અને રશિયા પાસેથી રોકેટની ખરીદીના સોદા સામેલ છે.

સરકારે ગત ચાર વર્ષોમાં વિદેશી રોકાણના 18 મામલાઓને મંજૂરી આપી છે. પરંતુ આ અપુરતું છે. ભારત હજીપણ સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘણું પાછળ છે. બીજી તરફ ભારત સંરક્ષણ ખરીદીના મામલામાં દુનિયાના સૌથી મોટા આયાતકાર તરીકે યથાવત છે. ખાસ વાત એ છે કે ભારત હથિયારો માટે 60 ટકા હાર્ડવેર આજેપણ વિદેશથી મંગાવે છે. અહીં સૌથી મહત્વની વાત એ પણ છે કે ઉદારીકરણનો ફાયદો સંરક્ષણ ક્ષેત્રને થયો નથી. માત્ર મોદી સરકાર જ નહીં. પણ તેની પુરોગામી યુપીએ સરકારના દશ વર્ષના શાસનમાં પણ સંરક્ષણ ક્ષેત્રમાં કુલ વિદેશી રોકાણ પાંચ મિલિયન ડોલરથી ઓછું રહ્યું હતું. મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ માટે નિયમોને કેટલેક અંશે ઉદાર બનાવ્યા હતા. સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી આપવા છતાં પણ આમાં ખાસ સફળતા મળી નથી.

Related posts

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi

રાષ્ટ્રપતિ આ ‘ત્રણ શબ્દ’બોલતા જ સંસદ ગુંજી ઉઠી, 2 મિનીટ સુધી પાટલી થપાથપાવતા રહ્યા સાંસદો

Riyaz Parmar

કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!