GSTV

બેંકોમાં FDની રકમમાં 2 ગણો વધારો : 7 ટકા સુધી મળે છે વ્યાજ, જાણો કઈ બેંકમાં મૂકવાથી તમને થશે ફાયદો

બેંક એફડી એટલે કે ફિક્સ્ડ ડીપોઝીટમાં રોકાણ કરવા માટે સારૂ માનવામાં આવે છે. તેમાં સારૂ વ્યાજ પણ મળે છે. આ વર્ષે એફડીની રકમમાં વધારો થતા બેગણો ફાયદો થઈ શકે છે. તેમાં ગ્રાહકોને પહેલા કરતા વધારે વ્યાજ મળશે. સરકારી આંકડાઓના જણાવ્યાં પ્રમાણે, પહેલા ત્રણ માસ એટલે કે એપ્રીલથી જૂન મહિનામાં બેંકની એફડીમાં પાછલા વર્ષ કરતા બે ગણી વૃદ્ધિ થઈ છે. પાછલા નાણાકીય વર્ષની પહેલી ત્રણ માસની આ રકમ 3લાખ કરોડ રૂપિયા હતી. જે વધીને 6.1 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેવામાં રોકાણ કરવાથી તમને લાભ થઈ શકે છે.

જાણકારો આપી રહ્યાં છે આ પ્રતિક્રિયા

જાણકારોના પ્રમાણે એફડીની વધતી રકમમાં વધારો થતા ગ્રાહકોએ ભરોસો વધુ વધશે. વધારે નફો અને જોખમ નહીં રહેવાથી લોકો આ તરફ વધારે ભાર મુકી શખે છે. તેમાં તમને 7 ટરકા સુધી વ્યાજ આસાનીથી મળી શકે છે. અલગ અલગ બેંકોમાં તેના માટે પોતાના પ્લાન નક્કી કરવામાં આવ્યો છે. જાણો ક્યાં મળી શકે છે તમને વધારે લાભ.

DCB બેંક

ડીસીબી બેંકમાં એક વર્ષ સુધી એફડી ઉપર 6.35 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે એક વર્ષથી વધારીને બે વર્ષ સુધી કરવા ઉપર વ્યાજ વધીને 7.25 ટકા થઈ જશે.

યસ બેંક

યસ બેંકમાં એક વર્ષમાં એફડી ઉપર 6.50 ટકા વ્યાજ મળશે.

ઈંડસઈંડ બેંક

ઈંડસઈંડ બેંકમાં એક વર્ષ સુધીએફડી રાખવા ઉપર 5થી 6.15 ટકા સુધી વ્યાજ દઈ રહી છે. જ્યારે એક વર્ષથી વધારે તેને બે વર્ષ માટે રાખવા ઉપર તેમાં વ્યાજનો દર 7.25 ટકા રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

એસબીઆઈમાં 5 વર્ષ માટે એફડી ઉપર વ્યાજ દર 5.70 ટકા મળે છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંકમાં જો એફડી કરાવો છો તો 5 વર્ષની એફડી ઉપર વ્યાજદર 5.30 ટકા મળશે.

એચડીએફસી બેંક

એચડીએફસી બેંકમાં પાંચ વર્ષની એફડી ઉપર વ્યાજ દર 5.35 મળે છે.

આઈસીઆઈસીઆઈ બેંક

આઈસીઆઈસીઆઈ બેંકમાં પાંચ વર્ષની એફડી ઉપર વ્યાજ દર 5.50 ટકા મળે છે.

READ ALSO

Related posts

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

Mansi Patel

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, હરાજીમાં ટોળે ટોળા એકઠા થયા

Pravin Makwana

અમદાવાદને હરિયાળુ બનાવવાનો કોર્પોરેશનનો દાવો, મિશન મીલીયન ટ્રી પ્રોજેક્ટ કર્યો લોન્ચ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!