GSTV

FD કે PPF? જરૂર પડે ત્યારે ક્યાંથી નાણાં ઉપાડવાથી થશે ફાયદો, જાણો વિગત

કયારે તમે તમારા રોકાણની લિક્વિડિટીને લઈને લઈને વિચાર્યુ છે? જો તમે નાણામાં રોકાણ કરો તો તમને તમારા ધ્યાન પ્રમાણે રિટર્ન મળશે પરંતુ તમે તમારા નાણા કેટલા સમયમાં ઉપાડી શકો અથવા કેવી રીતે ઉપાડી શકો છો તે મહત્ત્વનું છે. કેટલાક ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટમાં નિર્ધારિત સમય પહેલા નાણા ઉપાડવામાં આવે તો પેનલ્ટી પણ ચુકવવામાં આવી શકે છે.

ફિક્સ ડિપોઝિટ

જ્યારે તમે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરો છો ત્યારે અમુક ચોક્કસ સમય પહેલા નાણા ઉપાડી શકયતા નથી. ફિક્સ ડિપોઝિટ સાત દિવસથી લઈને ૧૦ વર્ષની રાખી શકાય છે. જો તમે મેચ્યુરિટી પહેલા એફડીમાંથી નાણા ઉપાડવા માગતા હોય તો પેનલ્ટી ચુકવી પડતી હોય છે. કેટલાક કેસમાં મેચ્યુરિટી પહેલા એફડીના નાણા ઉપાડવામાં આવતા ૦.પ૦થી એક ટકા સુધીનો દંડ ભરવો પડતો હોય છે. જો તમે ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ કરવા માગતા હોય તો તમને મહત્ત્મ પાંચ વર્ષની એફડી કરાવવી પડશે. જો કે એફડી મુકનારની મેચ્યુરીટી પહેલા મૃત્યુ થાય તો બેન્ક વધારાના વ્યાજની ચુકવણી કરશે નહિં.

સ્મોલ સેવિંગ અને મ્યુ. ફંડ્સ

શુ તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર  જેવા સ્મોલ સેવિંગ ઈન્સ્ટુમેન્ટમાં રોકાણ કર્યુ છે? તો આ બધા ઈન્ટ્રુમેન્ટમાંથી નાણા ઉપાડવાની પ્રક્રિયા અલગ અલગ છે. મેડિકલ ઈમર્જન્સી અથવા એજ્યુકેશન માટે પીપીએફના નાણા પાંચ વર્ષ પછી ઉપાડી શકાય છે. આ સામાન્ય રીતે સાત વર્ષ પછી પીપીએફના નાણા ઉપાડી શકાય છે. તો મેચ્યુરિટી તારીખ પહેલા તે નાણા ઉપાડશો તો એક ટકા વ્યાજ દંડ સ્વરૃપ રાખવામાં આવશે. જગ્યા એકાઉન્ટ હોલ્ડર ૧૮ વર્ષનો થાય ત્યારે સુરક્ષા સમૃદ્ધિ એકાઉન્ટમાંંથી પ૦ ટકા રકમ ઉપાડી શકાય છે. લિક્વિડ ફંડમાં મ્યુ. ફંડ સૌથી અગત્ત્યનો સાધન માનવામાં આવે છે. જો કે, મ્યુ. ફંડમાં પણ ઈક્વિટી મ્યુ. ફંડ્સમાં ત્રણ વર્ષ પહેલા નાણા ઉપાડી શકતા નથી.

Read Also

Related posts

રાજકોટ પોલીસે એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો, અન્ય રાજ્યમાંથી આવતા લોકો હથિયારો લાવતા હોવાની આશંકા

Nilesh Jethva

ટી20માં ભારતનો ધમાકેદાર દેખાવ, ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું

Pravin Makwana

ગરીબોના ઝૂંપડાઓ તોડતી મનપા ગેરકાયદે બાંધકામ ધરાવતી હોસ્પિટલ સામે કેમ પગલાં નથી ભરતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!