GSTV
Gujarat Government Advertisement

ઇનવેસ્ટમેન્ટ / ટોપ 10 સરકારી બેંક જે FD પર આપે છે સૌથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

FD

Last Updated on April 11, 2021 by Dhruv Brahmbhatt

આજે પણ રોકાણની વાત કરીએ તો મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે FDની સલાહ આપે છે. રોકાણના હિસાબથી FD સારો વિકલ્પ માનવામાં આવે છે, તેમાં ગેરન્ટી સાથે રિટર્ન મળે છે. તેમા સેવિંગ અકાઉન્ટની સરખામણીમાં વધારે રિટર્ન મળે છે. ચાલો જાણીએ ટોપ-10 સરકારી બેંક વિશે. આ વ્યાજ દરો 5થી 10 વર્ષના રોકાણ પર 2 કરોડ રૂપિયા સુધીના ડિપોઝિટ્સની છે.

FD

યૂનિયમ બેંક ઓફર કરી રહી છે સૌથી વધુ વ્યાજ

એફડી પર સૌથી વધુ વ્યાજ યૂનિયન બેંક ઓફર કરી રહી છે. લોન્ગ ટર્મ એફડી પર બેંક 5.60 ટકા વ્યાજ આપી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 6.10 ટકા વ્યાજ મળી રહ્યો છે. વધુ વ્યાજ આપતી બેંકોમાં બીજા નંબરે કેનરા બેંક છે. આ લોન્ગ ટર્મ એફડી પર 5.50 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 6 ટકા વ્યાજ મળી રહ્યો છે.

ત્રીજા નંબરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવાની યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ત્રીજા નંબરે છે. એસબીઆઈ તેના ગ્રાહકોને 5.40 ટકા વ્યાજ આપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 6.20 ટકાની દરે વ્યાજ મળે છે. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા 5.30 ટકા અને પંજાબ નેશનલ બેંક પણ 5.30 વ્યાજ આપે છે. આ બંને બેંક વરિષ્ઠ નાગરિકોને 5.80 ટકા વ્યાજ આપે છે.

FD

પંજાબ એન્ડ સિંધ બેંક જમાકર્તાઓને લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.25 ટકા વ્યાજ આપી રહી છે. સાથે જ બેંક ઓફ બરોડા પણ આટલો જ વ્યાજ ઓફર કરી રહી છે. આ બંને બેંક વરિષ્ઠ નાગરિકોને 5.75 ટકા વ્યાજ આપે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક 5.20 ટકા, ઇન્ડિયન બેંક 5.15 ટકા અને IDBI બેંક તેના ગ્રાહકોને લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.10 ટકા વ્યાજ આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!