GSTV

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

માર્કેટમાં રોકાણ પર સારું વળતર મળશે, પરંતુ જોખમ પણ એટલું જ છે. તેથી જ મોટાભાગના લોકો તેમની મહેનતથી મેળવેલા નાણાંના રોકાણ માટે સુરક્ષિત રીત શોધે છે. અને ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) એ સુરક્ષિત રોકાણનું સૌથી વિશ્વસનીય માધ્યમ છે. ભલે ફિક્સ્ડ ડિપોઝિટમાં વળતર ઓછું હોય, પરંતુ રોકાણકારના નાણાં સુરક્ષિત છે, તેની ખાતરી આપવામાં આવે છે. કારણ કે ફિક્સ્ડ ડિપોઝીટ સરકારી યોજનાઓમાં હોય છે.

ફિક્સ્ડ ડિપોઝીટમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, નેશનલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદન યોજના, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પીએસયુ બોન્ડ અને આરબીઆઈ ટેક્સેબલ બોન્ડ શામેલ છે.

રોકાણકારોની પહેલી પસંદ

  • 7 દિવસથી 10 વર્ષ સુધી એફડી ખોલવાનો વિકલ્પ
  • રોકાણકારો બેંકો અને ટપાલ વિભાગમાં એફડી ખોલી શકે છે.
  • રોકાણકારો પાસે કોર્પોરેટ એફડીનો વિકલ્પ પણ છે.
  • ટેક્સ સેવર, રિકરિંગ ડિપોઝિટ, એનઆરઆઈ માટે એફડી.
  • સંપૂર્ણ રકમ એક નિશ્ચિત અવધિ માટે રાખી શકાય છે.
  • વ્યાજ પણ નિયત અવધિ સાથે નિશ્ચિત છે.
  • બેંકો 5 વર્ષની એફડી પર 6.25% વ્યાજ ચૂકવે છે.

FDના નુકસાન

  • ફિક્સ્ડ ડિપોઝીટમાં રિટર્ન બહુજ ઓછું મળે છે
  • FD પર વ્યાજદરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
  • FD મોંઘવારીને માત આપવામાં કારગર નથી

પબ્લિક પ્રોવિડન્ટ સ્કીમ

  • નાની બચત યોજનાઓમાંથી એક છે PPF
  • PPFની મોચ્યોરિટી અવધિ 15 વર્ષની હોય છે
  • PPF EEE કેટેગરીમાં રોકાણ કરે છે
  • EEEમાં ત્રણ ગણો ટેક્સ બેનિફિટ હોય છે.
  • વાર્ષિક 500 થી 1.5 લાખનું રોકાણ કરવું શક્ય છે.
  • સરકાર દર 3 મહિને વ્યાજની સમીક્ષા કરે છે.
  • હાલમાં PPF. પર 7.70 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

  • સુકન્યા સમૃદ્ધિ યોજના પુત્રીઓ માટે શરૂ કરવામાં આવી છે.
  • આ કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે.
  • પુત્રીના નામે સુકન્યા ખાતું ખોલી શકાય છે.
  • આ એકાઉન્ટ 0-10 વર્ષની વય સુધી ખોલી શકાય છે.
  • તમે વર્ષે 250 અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
  • સુકન્યા સમૃદ્ધિ પર હજી 8.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

  • 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે યોજના છે.
  • 80C હેઠળ રૂ. 1.50 લાખ સુધીના રોકાણો પર ટેક્સ છૂટ.
  • આ યોજનામાં પાકતી મુદત પહેલાના ઉપાડ પર દંડ લાદવામાં આવ્યો છે.
  • 1000 થી 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે
  • જાન્યુઆરી-માર્ચ 2020 નો વ્યાજ દર 8.6 ટકા છે.

READ ALSO

Related posts

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari

લોકડાઉન ખતમ થયા બાદ પણ આ રાજ્યમાં ફરજિયાત પહેરવું પડશે માસ્ક, આ લોકોને મફતમાં મળશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!