RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, ઘણી સરકારીથી લઈને ખાનગી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ચિંતિત છો કે FD ક્યાં કરાવવી નફાકારક ડીલ છે, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યાં કેટલું વ્યાજ મળશે. આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, પોલિસી વ્યાજ દરોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે.
જે પછી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) અને પોસ્ટ ઓફિસોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે SBI, HDFC બેંક અને પોસ્ટ ઓફિસ FD પર સારું વ્યાજ આપી રહી છે.

જાણો કઈ બેંકમાં કેટલું વ્યાજ મળે છે:
ICICI બેંક
બેંકે રૂ. 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે તમને ICICI બેંકમાં FD કરવા પર 3.00% થી 6.10% સુધીનું વ્યાજ મળશે.
એક્સિસ બેંક
એક્સિસ બેંક હવે સામાન્ય લોકો માટે મહત્તમ 6.15 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક 7 દિવસથી 29 દિવસમાં પાકતી FD પર 2.75 ટકા અને 30 દિવસમાં પાકતી FD પર 3.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
HDFC બેંક
HDFC બેંક 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ સુધીની મુદતવાળી FD પર 6.1% વ્યાજ ઓફર કરે છે.

જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દરો:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
SBIએ તેની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBI હાલમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર 2.9% થી 5.65% સુધી વ્યાજ ઓફર કરે છે.
કેનેરા બેંક
કેનેરા બેંકે રૂ. 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક 2.90 ટકાથી 6 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.

બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડા 3 ટકાથી 5.65 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે તે આપેલ સમયગાળા માટે 3.50 ટકાથી વધારીને 6.65 ટકા કરવામાં આવ્યો છે.
પંજાબ નેશનલ બેંક
બેંક દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો 3 ટકાથી 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો (60 થી 80 વર્ષની વયના) માટે એફડી દર 3.50 ટકાથી 6.60 ટકાની રેન્જમાં છે.
READ ALSO:
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી