GSTV
Home » News » જાણો કયા ભગવાનને કયું ફૂલ છે પ્રિય, પૂજામાં કેવી રીતે કરવો ફૂલનો પ્રયોગ

જાણો કયા ભગવાનને કયું ફૂલ છે પ્રિય, પૂજામાં કેવી રીતે કરવો ફૂલનો પ્રયોગ

દેવી દેવતાઓની પૂજામાં ફૂલ અને ફળનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શાસ્ત્રોનુસાર પૂજામાં એવા ફૂલનો ઉપયોગ કરવો ન જોઈએ જે ઝાડ પરથી ખરી અને જમીન પર પડ્યા હોય, જેની પાંદડી તુટી ગઈ હોય, શરીર પર સ્પર્શ કરાવેલા કે પછી સુંધેલા ફૂલનો ઉપયોગ પણ પૂજામાં કરવાની મનાઈ છે. પૂજામાં બંધ કળીનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. એકમાત્ર લક્ષ્મી પૂજામાં કમળની બંધ કળીનો ઉપયોગ કરવામાં આવે છે. 

પૂજા માટે ફૂલ તોડવા સ્નાન કરીને જ જવું જોઈએ. સાંજે તોડી અને ઘરમાં રાખેલા ફૂલ વાસી થઈ જાય છે. આવા ફૂલ પણ ભગવાનને ચઢાવવા ન જોઈએ. શાસ્ત્રોમાં તો કયા ફૂલ કયા ભગવાનને ચઢાવી શકાય તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. દરેક દેવતાને બધા જ ફૂલ ચઢાવી શકાય નહીં. જે ભગવાનને અપ્રિય હોય તે ફૂલ ચઢાવવાથી પૂજા અફળ રહે છે અને દેવતા પણ કોપાયમાન થાય છે. 

દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલ

1. જો તમે કોઈ પૂજા પાઠ કે અનુષ્ઠાન કરવા સક્ષમ ન હોય તો ઈષ્ટદેવને પ્રિય ફૂલ નિયમિત ચઢાવવું. તેનાથી પ્રભુ પ્રસન્ન રહે છે.

2. શિવજીને પ્રસન્ન કરવા માટે આંકડાના ફૂલ, શંખપુષ્પી, નાગકેસર, કરેણ, ચમેલી, ખસના ફૂલનો ઉપયોગ પૂજામાં કરવો. શિવજી પર જૂહી, માલતી, કેતકી, બહેડા, કેવડા વગેરે જેવા ફૂલ ન ચઢાવવા.

3. માતા દુર્ગાની પૂજામાં દરેક ફૂલ ચઢાવી શકાય છે. પરંતુ તેમને દૂર્વા, તુલસી, તમાલ જેવા પુષ્પ અર્પણ ન કરવા.

4. ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ અતિપ્રિય છે. આ ઉપરાંત તેમને માલતી, અશોક, ચંપા, જૂહી, ચમેલી, કેવજા, પારીજાત, તુલસી વગેરે પણ ચઢાવી શકાય છે. કારતક માસમાં કેતકીના ફૂલ ચઢાવી વિષ્ણુ પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. વિષ્ણુ ભગવાનને આંકડો, ધતુરો, સેમલ વગેરે ન ધરાવવા.

5. ગણેશજીને દુર્વા સર્વાધિક પ્રિય છે. તેમને તુલસી સિવાય દરેક ફૂલ ચઢાવી શકાય છે.

Read Also

Related posts

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!