GSTV

લડી લેવાના મૂડમાં / ભારતને ડરાવવામાં નહીં ફાવે ડ્રેગન, ચીન LAC પર સતત બાંધકામ વધારી રહ્યું છે, પણ ઘૂસણખોરીનો પ્રયાસ ભારે પડશે : જનરલ નરવણે

Last Updated on October 9, 2021 by Zainul Ansari

ભારતને ડરાવવા માટે ચીન લદ્દાખ, ઉત્તરાખંડ, અરૃણાચલ વગેરે સરહદ અને લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી) પર સતત સળી કરી રહ્યું છે. હવે અરૃણાચલમાં પણ ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (પીએએલ)ના સૈનિકોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે હાંકી કાઢ્યા હતા. આ સ્થિતિમાં ભારતના લશ્કરી વડા જનરલ નરવણેએ કહ્યું હતું કે જ્યાં સુધી એલએસી પરથી ચીન સૈન્ય પાછુ નહીં ખેંચે ત્યાં સુધી આપણા સૈનિકો હટશે નહીં.

ચીન ડરાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પણ એમાં તેન સફળતા મળી નથી અને મળવાની પણ નથી. તેમણે કહ્યું હતું કે ચીન એલએસીની પેલે પાર મોટી સંખ્યામાં બાંધકામ કરે છે, એ ચિંતાનો વિષય છે. પરંતુ આપણી તેના પર ચાંપતી નજર છે એટલે ચીન કોઈ પ્રકારનું દુસાહસ કરશે તો ફાવશે નહીં. ભારતે લદ્દાખ એલએસી પર 60 હજાર સૈનિકો ખડકી જ રાખ્યા છે.

જુન-2020મા ચીને ગલવાન ખીણ વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ચીને સતત સૈન્ય સંખ્યા, લશ્કરી બાંધકામો, મિસાઈલ મથકો, સૈનિકો માટે બન્કર, રસ્તા-રોડ, એરબેઝ વગેરેનું બાંધકામ ચાલુ રાખ્યું છે. તેનો સાફ અર્થ એટલો જ છે કે ચીન વહેલા મોડો હુમલો કરવાનું આયોજન કરે છે. સામે પક્ષે ભારતે પણ મોટી સંખ્યામાં સૈનિકોને ખડકી રાખ્યા છે.

ચીની સૈનિકોની 15-17 હજાર ફીટની ઊંચાઈ પર ટકી રહેવાનો અનુભવ નથી, માટે સતત નવા નવા બાંધકામો કરવા પડે છે. કેમ કે કામચલાઉ તંબુમાં ચીની સૈનિકો રહી શકતા નથી.થોડા દિવસ પહેલા એર ફોર્સના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ પણ કહ્યું હતું કે ચીન સાથેના સંબંધો અત્યારે તંગ છે. માટે તમામ મહત્વના એરફોર્સ બેઝ ઓપરેશનલ મોડ પર છે. એટલે કે જરૃર પડે ત્યારે ગણતરીની મિનિટોમાં વેપન્સ સાથે ઉડાન ભરી શકે એમ છે.

ભારત-ચીન વચ્ચે ગલવાન સંઘર્ષ શરૃ થયો તેના 17 મહિના થયા છે. એ પછી પણ જોઈએ એવો ઉકેલ આવ્યો નથી. ભારતનું આક્રમક અને મક્કમ વલણ જોયા પછી ઘણા સ્થળોએથી ચીને સૈનિકો પાછા ખેંચી લીધા હતા. પણ એનો અર્થ એ નથી કે ચીન શાંત છે. કેમ કે ચીન દ્વારા વિવિધ સ્થળોએથી નિયમિત રીતે ઘૂસણખોરી થતી રહે છે.

જનરલ નરવણેએ કહ્યું હતું કે ફરીથી શિયાળો આવી રહ્યો છે. શિયાળામાં લદ્દાખની અતિ ઊંચી અને કઠોર સરહદ પર સૈનિકો ખડકી રાખવા એ મુશ્કેલ છે. પરંતુ જો ચીનના સૈનિકો રહેશે તો આપણા સૈનિકો પણ સામે ઉભા જ રહેશે એ વાતમાં કોઈ શંકા નથી. એ ઉપરાંત પાકિસ્તાન સાથેની લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પણ ભારતીય સૈનિકો સતર્કતા જાળવીને જ બેઠા છે.

Read Also

Related posts

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

Zainul Ansari

Big Breaking / ગુજરાત બાદ મુંબઈનો વારો, મહારાષ્ટ્રમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ

Zainul Ansari

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!